________________
જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અકબર
जजिया कर वन्द
જગગુરુ શ્રી હીરસૂરિજી અને બાદશાહ અક્કબર
(અમારી પાલન) (૧) દિલ્હીમાં ચંપા નામે શ્રાવિકા છે મહિનાના ઉપવાસ દેવગુરુના ધ્યાનથી પૂર્ણ કરી ચૂકી છે, એ વાત બાદશાહ અક્કબરે જાણી. તપથી પ્રભાવિત થઈ ચંપાને પૂછયું- ** આટલા ઉપવાસ કેમ કરી. શકાય ?’’ ચંપાએ કહ્યું - **દેવાધિદેવ શ્રી અરિહંત અને ગુરુદેવ શ્રી વિ જ ય હીરસૂરિશ્વરજીની કૃપાથી થયા’ ', અક્કબરને ગુરુદેવના દર્શનની ઉત્કંઠા જાગી. (૨) બાદશાહના આમંત્રણથી આચાર્યદેવ ગુજરાતથી પગે ચાલી દીલ્હી પધાર્યા. બાદશાહે મહોત્સવથી નગર પ્રવેશ કરાવ્યો, રાજમહેલમાં જતાં નીચે પાથરેલો ગાલિચો જ ઈ અટેક, અટકવાનું કારણ પૂછતાં કહ્યું કે ગાલિચા નીચે કોઈ જીવો હોય તો મરી જાય માટે ગાલિચા ઉપર ચાલવાનો અમારો ધર્મ નથી. બાદશાહે શ્રદ્ધા નહિ છતાં ગાલિચો ઉપડાવ્યો, નીચે ડી ડી ઓ જઈ બાદશાહ ગુના જ્ઞાનથી પ્રભાવિત થે . (૩) કંઈ માગવા કહ્યું, ત્યારે ગુરુદેવે સમગ્ર ભારતમાં પર્યુષણના દિવસોમાં અહિંસા પળાવવાનું માગ્યું, તેથી મોગલ સમ્રાટ અક્કબરે રાજયની મુદ્રાવાળો અહિંસાનાં ફરમાન લખાવી ગુરુદેવને ભેટ કર્યા. (૪) માંસાહારી એક્કબરને રોજ ચકલાની સવાશેર જીભો ખાવાનું વ્યસન હતું, તેથી તે ડાબર નામે સરોવરમાં હજારો પક્ષીઓને રખાવતો. ગુરુદેવે જીવદયાનો ઉપદેશ કરવાથી સર્વ પક્ષીઓને છોડી મૂકયાં અને જીવદયા પ્રેમી બન્યો. ધન્ય ઉપદેશ ! (પ-૬) ગુરુદેવના ઉપદેશથી મોગલ સમ્રાટ શત્રુંજયતીર્થનું મહેસુલ (મુકું) અને હિંદુઓ ઉપરનો જીજીયાવેરો માફ કરે છે. (૭) ઢંઢેરો પીટાવી હિંસા બંધ કરાવે છે.
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ