________________
દાનવીર જગડુશાહ
દાનવીર જગડુશાહ
(ઉદારતા) (૧) વિક્રમની ચૌદમી સદીમાં કચ્છના નરરને જગડુશાહને કોઈ મુનિ ગુજરાતમાં થનારા ભાવિ દુષ્કાળમાં અન્નદાન કરી લક્ષ્મી સફળ કરવા ઉપદેશ કરે છે. મુનિના વચન પ્રતિ અટલ શ્રદ્ધાવાળા જગડુશાહને મુનિનો ઉપદેશ પૂર્ણ સત્ય લાગ્યો, તેથી દુષ્કાળમાં ભૂખપીડિત લોક અન્ન વિના કે વાં ટળવળશે ? તેનું ચિત્ર જગડુશાહના અંતરમાં ખડું થયું. (૨) દુષ્કાળ પડવા પૂર્વે વર્ષો સુધી જગડુશાહે કચ્છ અને ગુજરાતમાં પુષ્કળ અનાજનો સંગ્રહ કરાવ્યો અને દુષ્કાળમાં ગરીબોને તેનું દાન કર્યું. (૩) તે પ્રસંગે મહાગુજરાતના રાજા વિશળદેવના કોઠારોમાં પણ ધાન્ય ખૂટવા લાગ્યું, તેથી તેણે જગડુશાહ પાસે અનાજની માગણી કરી, પણ
આ અનાજ ગરીબો માટે છે એ જગડુશાહનું કથન જાણી રાજા આશ્ચર્ય પામ્યો અને જગડુશાહની ઉદારતા, માનવપ્રેમ, નિરભિમાનતા, વગેરે ગુણો જોઈ પ્રસન્ન થયો. (૪) પછી ઔચિત્યના સાગર જગડુશાહે કચ્છના અન્નકોઠારમાંથી રાજાને અન્ન આપ્યું. દીન એ ધર્મનો પાયો છે, તેમાં પણ અન્નદાન વૈરીને વ્હાલા બનાવે છે. સેંકડો વર્ષો થવા છતાં જેનું નામ આજે પણ લોકોની જીભે ગવાઈ રહ્યું છે તે દીનવીર જગડુશાહને ક્રોડો ધન્યવાદ,
આચાર્ય શ્રી ભુવનભાનુ સૂરીશ્વર મહારાજ