________________
XXXIV
પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી ઓઢીને જજો.
કાળવખતે લઘુનીતિ પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા
મુજબ માથે કામળી ઓઢીને જવું. માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામળીનો કાળ થઈ ગયો હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફરફર હોય ત્યારે, કામળી ઓઢીને જ માતરૂં જવું જોઈએ. કામળી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તિ કેડે ખોસવી, ચરવળો બગલમાં રાખવો, મારું કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઇ નાંખવા.