SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ XXX આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાર્જીને ઊભો થાય છે. અને કહે છે કે આવસ્સિઆએ-આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.અહીં “આવસ્સિઆએ પદનિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે. પડિક્કમામિ-પ્રતિક્રમણ કરું છું. ખમાસમણાણે દેવસિઆએ આસાયણાએ તિત્તીસગ્નયરાએ – દિવસદરમિયાન આપક્ષમાશ્રમણની તેત્રીસમાંથી કોઈપણ અશાતના થઈ હોય તેનું. જે કિંચિ........સબૂધમ્માઇક્કમણાએ – જે કાંઈ મિથ્યાપ્રકારે મન, વચન, અને કાયાની દુષ્ટપ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયાકપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી. આસાયણાએ-આશાતના વડે જો મે અઇઆરો કઓ –મેં જે અતિચાર કર્યો હોય. તસ્સ-તેને. અહીં દ્વિતીયાર્થે ષષ્ઠીછે. ખમાસમણો!-હે ક્ષમાશ્રમણ ! પડિક્કમામિ.વોસિરામિ-પ્રતિક્રમું છું. નિંદું છું, ગુરૂસાક્ષીએ ગણું છું અને આત્માનો તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy