________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૫
એકંદરે શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ ૐ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ માંગલ્યોત્સવઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યસ્તુ દુરિતાનિ, શત્રવ: પરામુખા ભવંતુ સ્વાહા (૨) 3ૐ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ, ધનસંપતિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળામુખવાળા થાઓ. (૧૨)
શાંતિ કરનાર શ્રી શાંતિનાથપ્રભુનું સ્મરણ
(૪.શ્રી શાંતિનાથ સ્તુતિ -અનુષ્ટ્રપ) શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને રૈલોક્ય સ્યામરાધીશ મુકુટાભ્ય ચિતાંઘયે (૧) (૧૩) શાંતિઃ શાંતિકર શ્રીમાન્ શાંતિ દિશતુ મે ગુરુ,
શાંતિરેવ સદા તેષાં ચેષાં શાંતિગૃહે ગૃહે (૨) (૧૪) શ્રીમાન, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. (૧) (૧૩) તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય છે, તેઓને હંમેશા શાંતિ જ થાય છે. (૨) (૧૪)
(ગાથા) ઉત્કૃષ્ટ રિષ્ટ દુષ્ટ, ગ્રહ ગતિ દુઃસ્વપ્ન દુર્નિમિત્તાદિ, સંપાદિત હિત સંપનું નામ ગ્રહણે જયતિ શાંતેઃ (૩) (૧૫)
ઉપદ્રવ જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરકવું) વગેરે દૂર કર્યા છે અને સંપાદન કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. (૩) (૧૫)