________________
૨૫૩
ૐૐ હ્રીં શ્રીં ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ સુગૃહિત નામાનો જયંતુ તે જિનેંદ્રાઃ (૬)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ૐ (પ્રાણ મંત્ર), હ્રી (માયા બીજ–વશ કરનાર) શ્રી (લક્ષ્મીને આપનાર) સંતોષ મતિ- દીર્ઘદષ્ટિ, યશ (આપનારી), શોભા, બુદ્ધિ (કાળ પ્રમાણે), સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ વિદ્યાની સાધનામાં, નગરાદિ પ્રવેશમાં, નિવાસ સ્થાનોને વિષે રૂડે પ્રકારે જેમના નામ ગ્રહણ કરાયા છે તેવા જિનેન્દ્ર જયવંતા વર્તો. (૬)
સોળ વિદ્યાદેવીઓ તરફનું રક્ષણ
ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા, પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્રા-મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી, ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. (૭)
ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રકુંશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વ અસ્ત્રવાળી મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, (અને) મહામાનસી, એ સોળે વિદ્યાદેવીઓ તમારું હંમેશાં રક્ષણ કરો. (૭)
શ્રી સંઘમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ હો
ૐ
આચાર્યો,ઉપાધ્યાય, પ્રભૃતિ, ચાતુર્વર્ણસ્ય
શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, તુષ્ટિÉવતુ પુષ્ટિર્ભવતુ (૮)
ૐ આચાર્ય, ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને ઉપશાંતિ થાઓ. સર્વપ્રકારે સંતોષ થાઓ, સર્વપ્રકારે ધર્મની પુષ્ટિ થાઓ. (૮)