________________
૨૫૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી બૃહદ્શાંતિ સ્તોત્ર
સર્વ વિઘ્ન નિવા૨ક, પરમમંગલવાચક, શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના (૧ મંગલાચરણ-મંદાક્રાન્તા છંદ)
આર્હતો (અરિહંત ભગવંતના શિષ્યો)માં શાંતિ હો. ભો ભો ભવ્યાઃ ! ભૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્,
યે યાત્રાયાં ત્રિભુવન ગુરો રાહતા ભક્તિ ભાજઃ તેષાં શાંતિ ર્ભવતુ ભવતા મર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રી ધૃતિ મતિ કરી ક્લેશ વિધ્વં સહેતુઃ (૧)
હે ભવ્યલોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે શ્રાવકો ત્રણ લોકના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ મહોત્સવ પ્રસંગે)ને વિષે ભક્તિને ભજનારા છે, તેઓને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્ય લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના નાશના કારણભૂત એવી શાંતિ થાઓ. (૧)
(૨ પીઠિકા)
શાંતિની ઉદ્ઘોષણા સાંભળો
ભો ભો ભવ્યલોકા! ઇહ હિ ભરતૈરાવત વિદેહ સંભવાનાં સમસ્ત તીર્થ કૃતાં જન્મ ન્યાસન પ્રકંપાનંતર મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષા ઘંટા ચાલનાનંતરું, સકલ સુરા સુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનય મહંદુ ભટ્ટારક ગૃહીત્વા ગત્વા કનકાદ્રિ શૃંગે, વિહિત જન્માભિષેક : શાંતિ મુદ્દોષયતિ, યથા તતો ં કૃતાનુકાર મિતિ કૃત્વા, મહાજનો યેન ગતઃ સ પન્થાઃ !' ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય, શાંતિ મુદ્દોષયામિ