SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રીશું હાંસું કીધું. ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમનવિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં (૪) શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર-ધણ ધન્નખિત્ત વત્યુ. (૫) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢ્યું નહીં, પઢવું વિસાર્યું, અલીધું મેલ્યું. નિયમ વિસાર્યાં. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૫) છઢે દિક્પરિમાણ વ્રતે પાંચ અતિચાર –ગમણસ્સ ય પરિમાણે.(૬) ઊર્ધ્વ દિશિ, અધો દિશિ, તિર્યક્ દિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્તૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરું કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છઢે દિક્પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં () સાતમે ભોગોપભોગ-વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર- સચ્ચિત્તે-પડિબન્ને. (૭)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy