________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મોઢે પડિલેહતાં) ૧૦- રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ,
૧૨- સાતાગારવ પરિહ.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩-માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય,
૧૫- મિથ્યાત્વશલ્ય પરિહરે.}
(સ્ત્રીઓએ બોલવાનું નથી). {(જમણા ખભે પડિલેહતાં), ૧- ક્રોધ, ૧૭-માન પરિહરું.
(ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯-લોભ પરિહરું.}
(ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અપૂકાય,
૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય,
૨૫-ત્રસકાયની રક્ષા કરું.
(વાંદણા દેતા પહેલા શરીરનું પડિલેહણ કરવું જરૂરી છે.)
આપણો આત્મા કર્મોથી ખરડાયેલો છે. અને સકળ કર્મક્ષય કર્યા વિના કોઈનો મોક્ષ થયો નથી અને થવાનો નથી. જીવે કર્મરહિત થવા માટે બે પાંખિયો વ્યુહ અપનાવવો ઘટે. એક તો નવા કર્મોને આવતાં રોકવાનો અને બીજો સદંતર રોકી ન શકાય તો ઓછામાં ઓછા કર્મોનો આસવ થાય તેવી વ્યવસ્થા કરવાનો અને બીજી બાજુ જીવે ભવોભવ સંચિત કરેલા કર્મોને આત્મા ઉપરથી છૂટા પાડી ખંખેરી નાખવાનો જેને નિર્જરા કહેવાય છે. પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓ આ વાતને સિદ્ધ કરવા માટે જ આરાધવાની છે. જો આપણે સુત્રોને સમજીને ભાવપૂર્વક ધર્મક્રિયાઓ કરીએ તો થોકબંધ કર્મોની નિર્જરા થાય. વળી ભાવપૂર્વક બોલાયેલા સૂત્રોથી નવા આવતા કર્મો રોકાય તેથી સંવર સધાય છે અને જે કર્મોનો આસવ થાય છે, તે પણ શુભ કર્મોનો આસવ હોય છે.