________________
રચનાના રચયિતાની વિગત, આ બધું જ આ પુસ્તકમાં છે જે આ પુસ્તકના રચનાકાર ઇલા બહેનના પુરુષાર્થ અને પરિશીલન તેમજ એમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની વાચક જિજ્ઞાસુને પ્રતીતિ કરાવે છે.
કોઈ પંડિત કે પૂજ્ય મુનિજને કરવા જેવું, શોધ નિબંધ જેવું આ યશસ્વી કાર્ય કરીને બહેન ઇલાબેને જિન શાસનની અવિસ્મરણીય સેવા કરી છે.
વાચક, જિજ્ઞાસુ અને સાધકને જ્ઞાનના ઊંડાણમાં અને ભાવના ઉર્ધ્વગમન તરફ લઈ જનારા આ ભવ્ય પુસ્તકના નિર્માણ માટે જે જે નિમિત્તો મળ્યા અને બહેનશ્રીને એમના પરિવારે જે સહકાર આપ્યો એ માટે આપણે એ સર્વેને પણ ધન્યવાદ પાઠવી, એ સર્વેનો આભાર માનીએ.
મા શારદા અને શ્રુતદેવતાની જેમના ઉપર કૃપા ઉતરી છે એવા ઇલાબેન પાસેથી વધુ જૈન ધર્મવિશેના પુસ્તકની આશા રાખીએ તો હવે આપણો એ હકબનેછે.
જિન શાસન અને શ્રુતદેવની કૃપા બહેન ઇલાબેન ઉપર વરસતી રહો એવી ભાવના આપણે સૌ ભાવીએ.
વંદન શ્રુતદેવને.
ડો.ધનવંત શાહ ‘પ્રબુદ્ધ જીવન’ – તંત્રી
drdtshah@hotmail.com