________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
s૫
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્યઃ (1)
(આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
સ્નાતસ્યાની થોય - ૪
સમ્યગદષ્ટિ દેવીદેવીઓને લગતી સ્તુતિ 6. નિષ્પક વ્યોમ નીલ દ્યુતિ આ મલ સક્શ બાલચંદ્રા ભદંષ્ટ્ર, માં ઘંટારવેણ પ્રસુત મદજલ,
પૂરયન્ત સમજ્જાતુ, આરૂઢો દિવ્યનાગ વિચરતિ ગગને કામદઃ કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિ દિશતુ મમ સદા, સર્વકાર્યેષુ સિદ્ધિમ્ (૪) વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, (મદ વડે) આળસવાળી દષ્ટિવાળા, બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજ્જવળ દંતશૂળવાળા, ઘંટના અવાજથી મદોન્મત્ત, ગંડસ્થળમાંથી નીકળતા મદજળને ચારે બાજુ ફેલાવનાર એવા દિવ્ય હાથી ઉપર બેઠેલ, ઈચ્છિત વસ્તુને આપનાર, ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનાર, જે આકાશમાં વિચરે છે તેવા સર્વાનુભૂતિ યક્ષ મને હંમેશા સર્વકાર્યમાં સિદ્ધિને આપો. (૪)
અરિહંત ભગવંતોની સ્તુતિ કયા હેતુથી કરવામાં આવે છે? ઉત્તર: શ્રી અરિહંત ભગવંતો આદિકર, તીર્થકર, સ્વયં-સંબુદ્ધ હોય છે, તે તેમની સ્તુતિ કરવા યોગ્ય હોવાનો સામાન્ય હેતુ છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનવાનો રાહ દર્શાવી શકે છે. તેથી જ તેઓ લોકોત્તમ છે.