________________
xxxi
આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાર્જીને ઊભો થાય છે. અને કહે છે કે –
આવસ્ટિઆએ – આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.અહીં ‘આવસ્ટિઆએ' પદનિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે. પડિક્કમામિ –પ્રતિક્રમણ કરું છું.
ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ - દિવસદરમિયાન આપ ક્ષમાશ્રમણની તેત્રીસમાંથી કોઈ પણ અશાતના થઈહોયતેનું.
ં કિંચિ......સવ્વુધમ્માઇક્કમણાએ - જે કાંઈ મિથ્યાપ્રકારે મન, વચન, અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયાકપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી.
આસાયણાએ – આશાતના વડે
જો મે અઇઆરો કઓ – મેં જે અતિચાર કર્યો હોય.
=
તસ્સ – તેને. અહીંદ્વિતીયાર્થે ષષ્ઠી છે.
ખમાસમણો! – હે ક્ષમાશ્રમણ !
પડિક્કમામિ......વોસિરામિ – પ્રતિક્રમું છું. નિંદું છું, ગુરૂસાક્ષીએ ગહું છું અને આત્માનો તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું.