________________
i
પ્રતિક્રમણ વિવેચન
પ્રતિ પાછુ અને ક્રમણ = હઠવું. પાપથી પાછા હઠવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. આ ક્રિયા અવશ્ય કરવાની છે તેવી જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે. તેથી સમસ્ત સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પ્રત્યેકે આ ક્રિયા કરવી જોઈએ. અવશ્ય કરવાની ક્રિયા એટલે આવશ્યક. જ્ઞાનાદિ ગુણોને અને મોક્ષનેસમસ્ત પ્રકારે વશ કરે તેઆવશ્યક.
=
જેવ્યવ્હાર દશામાં રહેલા છે, જેમનું મન આત્મભાવમાં સ્થિર નથી થતું અને વારંવાર વિષયોમાં ચાલી જતાં મનને કાબુમાં રાખવાનું સાધન એટલે આવશ્યકાદિ ક્રિયાઓ. માટે આ આવશ્યક ક્રિયાઓ રોજ કરવી જ જોઈએ. રોજે રોજ બંધાતા પાપોનું પ્રાયશ્ચિત પણ રોજે રોજ જ કરવું જોઈએ. પાપ ન થાય એ પ્રતિક્રમણનો મુખ્ય ઉદ્દેશ છે, પણ તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી, પશ્ચાતાપ કરવો તે જ સાચું પ્રતિક્રમણ છે. ભૂતકાળની ભૂલોનો પશ્ચાતાપ કરવો, વર્તમાનમાં પાપથી વિમુખ રહેવું
ર
અને ભવિષ્યમાં પાપ નહીં કરવાનો સંકલ્પ કરવો તે પ્રતિક્રમણ.
રાત્રિ દરમ્યાન થયેલા પાપોની શુદ્ધિ માટે કરાતું ‘રાઈ પ્રતિક્રમણ’ રોજ સવારે કરવું જોઈએ.
દિવસ દરમ્યાન કરેલા પાપોની શુદ્ધિ “દેવસિય પ્રતિક્રમણ’ દ્વારા થાય છે. આ પ્રતિક્રમણ રોજ સાંજે કરવામાં આવે છે.
દર પંદર દિવસે આત્માની વિશેષ શુદ્ધિ માટે કરાતુ સાંધ્ય પ્રતિક્રમણ તે ‘પક્ષી પ્રતિક્રમણ’ દરેક મહિનાની સુદ અને વદ ચૌદસના આ પ્રતિક્રમણ થાય છે.
દર ચાર મહિનામાં જાણતાં અજાણતાં જે પાપકર્મો બંધાયા હોય તેનાથી વિશેષ મુક્તિ મેળવવા માટે ‘ચઉમાસી પ્રતિક્રમણ’ કરવાનું છે.
‘સાંવત્સરિક પ્રતિક્રમણ’ આખા વર્ષનાં જે પાપ કર્મો જાણતાં અજાણતાં થયા હોય એના પ્રાયશ્ચિત માટે થાય છે. આ પ્રતિક્રમણ દ્વારા જગતનાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે અને એમ કરીને આત્મા પોતાના પાપકર્મોને ખેરવી નાખે છે.