________________
( ૫ )
રિ પણ અપાર આનંદને પામ્યા, ચાગ્ય ગીતાર્થ શાસનપ્રભાવને જોઈ સહુકોઈ સજ્જના અપારનદને પામે છે,” તેવારપછી તપાગચ્છના આચાર્ય શ્રીપૂછ્યજી પણ અણહિલપુરપાટણથી વિહાર - રીને પાટણની પાસે *સડેસર(સર્ડર)ગામમાં પધાયા. તે ગામમાં સઘના ઘણા આગ્રહથી શ્રીઋષભદેવભગવાનના દેરાસરમાં વિક્રમ સંવત્ ૧૭૪૮ ( કેટલાક પ્રથામાં ૧૭૪૯ છે) વષૅ ફાગુણમુદી પાંચમને ગુરૂવારને દિવસે શુભમુહૂર્તે શ્રીવિજ્યપ્રભસૂરીશ્વરજીની આજ્ઞાથી શ્રીમહિમાસાગરસૂરિએ આચાર્યપદની ક્રિયા કરાવીને સૂરિમ યુક્ત આચાર્યપદ શ્રીનયવિમલગણિન આપ્યુ. જ્યારે શ્રીમત્પતિનવિમલજીગણિને આચાર્યપદવી મળી, ત્યારે તેમનુ “ શ્રીજ્ઞાનવિમલસૂરિ ” એહુનું નામ સ્થાપન થયું. તે વખતે આચાર્યપદ્મવી પ્રદાનનામહાત્સવ કરીને ઘણ” ધન ખરચીને શ્રેવિયેનાગજીપરેખે પાતાના ધનને તાથ કર્યું, અને ઘણા જશ લીધા.
•
આચાર્યપદ લીધા પછી શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજ ભવ્યજીવેને અમૃતધારાસમાન ઉપદેશ દેતા દેશવિદેશ વિચરવા લાગ્યા, અને વિક્રમસવત્ ૧૭૭૭ વર્ષે શ્રીમત્તપાગચ્છાચાર્યશ્રીજ્ઞાનવિમલસૂરિ મહારાજના સદુપદેશથી સૂરતબ દરનિવાસિમેવિર્યશ્રીયુત પ્રેમજીપારેખે શ્રીસિદ્ધાચલજીના સઘ કાઢયા હતા તેનુ વર્ણન રાસરૂપે વિદીપસાગરગણિના સુશિષ્ય સુખસાગરકવિએ સ્વકૃતપ્રેમવિલાસ નામના રાસમાં કરેલ છે. તે રાસ નભવદૃષ્ટાન્તઉપનયમાલામાં પ્રસ્તાવના સાથે છાપવામાં આવેલ છે,
તેમના વિહાર મહુધાપ્રકારે સૂરત, ખભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાડી, થાણેરાવ, શિરહી, પાલીતાણા, જુનાગઢ, વિગેરે સ્થળે, ગુજરાત-મારવા-કાઠિયાવાડ પ્રમુખ દેશામાં હતા. તથા શ્રીમત્તપાગચ્છાચાર્ય “શ્રીજ્ઞાનવિમલસૂરીશ્વરજી તથા મહાપાધ્યાયશ્રીવિનયવિજયજી તથા મહોપાધ્યાયશ્રીયશવિયજી તથા શ્રીમત્પતિઋદ્ધિવિમલગણિ વિગેરે મહાત્માએ ક્રિયાદ્વાર કરી પ્રાય: સાથે વિહાર કરવા વાલા હતા.
* આ સડેસરગામ પાટણથી પાંચગાઉ થાય છે ને ત્યાં શ્રીઋષભદેવભગવાનનું દેરાસર પણ છે, અને પાટણમાં જે સાંડેસરાકુ ણુખી રહે છે તેઓની કુળદેવી પણ તે સડેસરગામમાં છે. સડેસરગામમાંથી પ્રગટ થયા તેથી સાંડેસરાકુણુખી કહેવાય છે.