________________
શ્રીજ્ઞાનવિમલસૂરિકૃતપ્રાચીન સ્તવનરત્નસંગ્રહસ્ય
પ્રસ્તાવના
આ પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ ગુર્જરભાષામાં સુપ્રસિદ્ધ શ્રીમતપાગચ્છાચાર્ય-વિમલશાખીય–શ્રીનવિમલસૂરીશ્વરજીએ રપે છે. તેઓશ્રી વિક્રમ સંવત ૧૮ મા સૈકામાં થયા છે. તેમના ચરિત્ર તરફ દષ્ટિ કરીએ તે તેઓ ગૃહસ્થઅવસ્થામાં શ્રી ભિન્નમાલનગરના રહેવાસી હતા અને વિશાઓસવાલવંશમાં તથા વાસવગેત્રમાં આભૂષણરૂપ શ્રીવાસવશ્રેષ્ટિપિતાના તથા કનકાવતી માતાના સુપુત્રરત્ન હતા, અને તેઓશ્રીને વિકમસંવત ૧૬૯૪ વર્ષે જન્મ થયો હતો. માતાપિતાએ “નાથુમલ” એવું નામ સ્થાપન કર્યું હતું. અનુક્રમે બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામતા આઠ વર્ષની વયવાળા થયા, તેવારે શ્રીમત્તપાગચ્છમંડન અગણ્યગુણસંપન્ન મહરિાગી શુદ્ધકિયાવંત શ્રીમાન પંડિતવિનયવિમલગણિના શિષ્યરત્ર પંહિતશ્રી ધીરવિમલગણિમહારાજની પાસે ધમાપદેશ સાંભળી પ્રતિબંધ પામ્યા. આસન્નસિદ્ધિ જૈનશાસનપ્રભાવક પુરૂષના હદથમાં ગુરૂમહારાજને દીધેલો ઉપદેશ જલદી અસર કરે છે તેવારે પ્રતિબંધ પામ્યા પછી અપારેવૈરાગ્ય ધરીને પંડિતશ્રી ધીરવિમલગણિની પાસે વિક્રમ સંવત ૧૭૦૨ વર્ષે શ્રીનાથુમલજીએ દીક્ષા અને ગીકાર કરી. ત્યારે ગુરૂમહારાજે તેમની દીક્ષા સમયે “શ્રીનવિમલ એવું નામ સ્થાપન કર્યું. હવે દીક્ષા લીધા પછી નવદીક્ષિત શ્રી નયવિમલમુનિએ અહર્નિશ સ્વપરશાસને અભ્યાસ કરવા માંડે તેવારે પૂર્વપુણ્યના ઉદયથી, જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમને લીધે તેમની (શ્રીનવિમલજીની) બુદ્ધિ જળમાં તૈલબિદુની જેમ સર્વસ્વપરશામાં વિસ્તાર પામી હતી. यदुक्तं-जले तैलं खले गुहां, पात्रे दानं मनागपि ।
प्राज्ञे शास्त्रं सतां प्रीति-विस्तारं यात्यनेकपा ॥१॥