________________
અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુ જીવને દર્શાવે છે કે, આ છે કૃપાળુદેવ આ છે “રાજહૃદય'! “કૃપાળુદેવના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રનોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂક્યા છે ! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય!
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા ! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા મળે છે.
- નાની ઉમરથી જ “કૃપાળુદેવના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે! એવા વચનોના, એવચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી' તથા શાંતમૂર્તિ, “રાજહૃદય ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ ક્યાંક ક્યાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી
ગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રી”ના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વકક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જપ્રેસ ઉપર મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગર જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે ૫૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શ્રૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જ પત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્રલિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં પત્રાંક ૬૩૧ થી ૬૩૭ ઉપરના પ્રવચનો ઉપલબ્ધ નહિ હોવાથી લેવામાં આવેલ નથી. આ ગ્રંથના બધા પ્રવચનોની સીડી પુસ્તક સાથે રાખેલ છે.