SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૯૧ ૪૩ ક્રિયાઓમાં અને અનેક પ્રકારના બહારના વ્યવહારિક સાધનોમાં અને વ્યવહારિક પરિસ્થિતિઓમાં અનેક જાતના ફેરફારો મતમતાંતરને લઈને થયેલા છે. અને એ મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક ખોટું થયું છે. મતમતાંતર એમ સૂચવે છે કે કાંઈક કોઈ જગ્યાએ ખોટું થયું છે એ વાત નિશ્ચિત છે. નહિતર એકમાંથી બે થાય નહિ. બે થાય એનો અર્થ જ એ છે કે એક તો વાત ભૂલે છે એ વાત સાચી છે. કેટલે અંશે ભૂલે છે? એ બીજો વિષય છે પણ ભૂલે છે એ વાત સાચી છે. એ પરિસ્થિતિમાં જ્યારે શાસનનાયક જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર ઉપસ્થિત નથી. તો એની અણઉપસ્થિતમાં પરંપરાની વાત કેટલી બરાબર અને કેટલી બરાબર નહિ એનો નિર્ણય કરવો એ કાંઈ યથાર્થ જ નિર્ણય થાય અથવા એના નિર્ણયમાં કાંઈ જિનાગમમાં કોઈ ફેરફાર નથી થયો આ વર્ષોમાં એ કોઈ અસંભવિત વાત નથી લાગતી. સંભવિત વાત છે કે ફેરફાર થઈ ગયો ક્યાંય કોઈ કોઈ જગ્યાએ. તો પછી આવી પરિસ્થિતિમાં ભૂતકાળની અંદર થયેલા ફેરફારો, એના સ્વીકાર અને અસ્વીકારમાં મુમુક્ષુજીવે કઈ નીતિ અપનાવવી જોઈએ કે જે નીતિથી કદાચ ભૂલ હોય કે ન ભૂલ હોય પણ એના આત્માને નુકસાન ન થાય આવી રીતે વિચાર કર્તવ્ય છે. નીતિવિષયક આ Problemછે, નીતિવિષયક આ સમસ્યા છે. મુમુક્ષુ જીવે એની અંદર કઈ નીતિ અપનાવવી જોઈએ? એણે તો એક જનીતિ અપનાવવી જોઈએ કે પારમાર્થિક દૃષ્ટિકોણમાં મારા આત્મહિતને વાત કઈ અનુકૂળ પડે છે? જો નિર્વાણપદને સ્વીકારતા પોતાના પુરુષાર્થનું ઉત્થાન યથાર્થ પ્રકારે ઉપડતું હોય તો એને પારમાર્થિક દોષ નથી. ક્ષયોપશમનો કદાચ દોષ હોય તોપણ એને પારમાર્થિક દોષ નથી. એટલે એ દોષ એના આત્માને નુકસાન નહિ કરે, દોષ હશે તોપણ. આવી રીતે વિચારવું ઘટે છે. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં બહુમર્મ છે. માટે શ્રી ડુંગરને જે પરમાર્થ ભાસતો હોય તે લખશો.” આ બે વાતમાં પરમાર્થ શું ભાસે છે ? નિર્વાણપદ હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે કે ન હોય એમ સ્વીકારવામાં પરમાર્થ ભાસે છે? કારણ કે વેદાંત તો એમ કહે છે કે નિર્વાણપદની પ્રાપ્તિ થાય. અને ડુંગરભાઈ કદાચ એ બાજુ ઢળશે. તો પરમાર્થ શું છે? ચાલો. ઢળે એનો અમને કાંઈ બહુ વાંધો નથી કઈ બાજુ ઢળે
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy