________________
૩૪.
રાજહૃદય ભાગ-૧૪ કેમકે તમારો નિયમ તથા પ્રકારે પ્રારંભિત હતો. એટલે એ રીતે નિયમ લીધેલો હતો. જે કાંઈ નિયમ લીધો હશે એ નિયમની છૂટછાટ સંબંધીનો વિષય છે. એ જ કારણવિશેષ છતાં પણ એવું જ કારણ હોવા છતાં પણ “જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આશાનો ભંગ કે અતિક્રમ થાય.” શું આમાં સૂક્ષ્મતા છે ? કે લેવું પડે અને લેવાની ઈચ્છા થાય છે જુદી જુદી વાત છે. એકમાં અભિપ્રાય થઈ જાય છે. એકમાં અભિપ્રાય વિરુદ્ધ ખેદસહિતની પ્રવૃત્તિ થાય છે કે અરે.રે. મારી પ્રતિજ્ઞા તૂટે છે. પણ બીજો કોઈ ઉપાય નથી. અને મારા પરિણામ હવે સહન કરી શકે એવી પરિસ્થિતિ દેખાતી નથી. તેથી આ પ્રતિજ્ઞા તોડવી પડે છે. પણ ઇચ્છાએ કરીને કરે કે ચાલો રોગ થયો અને આપણે તો પહેલેથી નક્કી કરેલું જ છે કે આવો રોગ થાય ત્યારે આપણે પ્રતિજ્ઞા નહિ પાળવાની. ત્યાં આજ્ઞાનો ભંગ અને અતિક્રમ છે. ભલે તમે પહેલેથી તે પ્રકારનો નિયમ કરેલો હોય તોપણ. શું કહે છે ?
આ વિચારવા જેવો વિષય છે કે માણસ ભૂલ ક્યાં કરે છે? કે આવી રીતે પહેલેથી છટકબારી રાખે. અને પછી જ્યારે પ્રસંગ બને ત્યારે પોતાની ઇચ્છાએ પ્રવૃત્તિમાં ફેરફાર કરી નાખે. તો એણે પ્રતિજ્ઞાભંગ કર્યો છે, એણે આજ્ઞા તોડી છે, એણે અતિક્રમ કર્યો છે. એમ નથી. વાત એમ કહે છે. પ્રતિજ્ઞામાં અને આગાર રાખવામાં પણ, પ્રતિજ્ઞાની સામે આગાર રાખવાની, છૂટછાટ રાખવામાં પણ આટલો નિયમ તો છે એમ કહેવું છે.
ઉદેશ શું છે એ છૂટી જાય છે ત્યારે આ બધું થાય છે. મૂળ તો વિષય એ છે કે એનો ઉદ્દેશ તો પોતાના પરિણામને શુદ્ધ કરવા માટેનો છે. અણગાર કોઈ લીધો હોય તો અણગારની સામે જે આગાર લેવો પડે તો બંને વખતે એને પોતાનો ઉદ્દેશ તો પરિણામની શુદ્ધતાનો છે. પછી અણગાર રાખે કે આગાર રાખે. એના બદલે ઈચ્છાએ કરીને પ્રવર્તે તો એનો ઉદ્દેશ ત્યાં છે એ વાત સિદ્ધ થતી નથી. એના ઉદ્દેશની અંદર જ ગડબડ છે. આ તો સત્વરુષના સમાગમમાં ઝીણી ભૂલ પણ એની કાઢી નાખે છે. આ અભિપ્રાયની ભૂલ છે. આમ દેખાય ઝીણી પણ ભૂલ મોટી છે પાછી. અંદરમાં એ મોટી ભૂલ છે. એમાં જીવનો દોષ કરવાનો અભિપ્રાય પહેલેથી જ પાકો થઈ જાય છે.