________________
૨૬
રાજય ભાગ-૧૪
તો શું થાય છે?નથી પ્રેરાતી એને શું થાય છે?
ઘણા જીવોને તો....” એટલે મોટાભાગના જીવોને તો. પેલા વિરલ છે. પરમાર્થના માર્ગે વળે છે એવા કોઈ વિરલ છે, જ્યારે મોટાભાગના ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી...” જે બહારમાં પ્રસંગ બને છે એ બહારનું નિમિત્ત છે, એનાથી મૃત્યુનો ભય પણ લાગે છે. જોઈ નથી શકતા. ઘણા તો એટલા બધા ભય પ્રકૃતિવાળા હોય છે કે મૃતદેહને જોઈ ન શકે. અને જો જોવાય જાય તો પછી એને ક્યાંય સુધી અંદરથી ખસે નહિ, સપના આવે. કેમકે બહુ ભયની પ્રકૃતિ હોય છે તો એને બહુ મોટી અસર થઈ જાય છે. ભયની વધારે અસર થઈ જાય છે. પ્રત્યક્ષ છે ને ! પ્રત્યક્ષની અસર બહુ આવે. ખબર તો બધી છે કે આવું બન્યું છે પણ પ્રત્યક્ષ જોવે ત્યારે વધારે અસર આવે છે.
મુમુક્ષુ-કેટલાક Hospitalન જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. કેટલાક તો આજે એવી પરિસ્થિતિ છે કે Hospital માં ખબર કાઢવા ન જાય. કેમકે ત્યાં એટલા બધા Case જોવા મળે કે જોવું જ ગમે નહિ. રોગનો ભય, દુઃખનો ભય, મૃત્યુનો ભય, પીડાનો ભય, આ બધા ભય જીવને સતાવે છે, દુઃખી કરે છે. જ્યાં સુધી એને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી થતું ત્યાં સુધી એને આ બધા ભય સતાવે છે. એ બધા ભયથી મુક્ત થવાનો આ ઉપાય છે.
મુમુક્ષુ – શરીર તે હું, એમ જ્યાં સુધી માન્યું છે ત્યાં સુધી ભય લાગવાનો જ છે.
પૂજ્ય ભાઈશ્રી - ભય લાગવાનો જ છે. ભય ક્યાં છે?મમત્વ છે ત્યાં ભય છે. જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. કોઈ એવો દાખલો એવો બતાવો કે મમત્વ હોય ત્યાં ભય ન હોય. આ ચીજ મારી છે તો વઈ જાય, એનો વિયોગ થાય એ પહેલા એનો ભય ઊભો છે. આ ન જવું જોઈએ. આ ન જવું જોઈએ... આ ન જવું જોઈએ... આ રહેવું જોઈએ. બસ ! આ પરિસ્થિતિ છે. પોતાના અસ્તિત્વને ભૂલેલો જીવ પરના અસ્તિત્વને વળગવા જાય છે પણ વળગી શકે એવી વસ્તુસ્થિતિ નથી. આ ચોખેચોખ્ખી વાત છે. - ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય થાય છે. તેના પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને એ ક્ષણિક વૈરાગ્ય વિશેષ