________________
પત્રક-૭૧૪
૩૮૭ ખોલીને મૂકી. સામાન્ય માણસ એવી વાતો ન સમજી શકે એવી અધ્યાત્મની વાતો ખોલીને મૂકી છે. કેટલીક તો એવી વાત મૂકી છે કે જે માત્ર જ્ઞાનીઓના હૃદયની Top secret કહેવાય. એટલે કે છેલ્લી હદનું જે રહસ્ય છે, જ્ઞાનીઓના હૃદયમાં રહેલું છેલ્લી હદનું જે રહસ્ય છે, Top secret નો અર્થ એ છે. છેલ્લી હદનું રહસ્ય છે એને પણ ખોલીને મૂકી દીધું છે.
શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય....” છે. તેથી સામાન્ય જીવોને સમજાવા કઠણ છે. પણ જો કોઈ પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત...' થાય તો એને એ બધું અધ્યાત્મદષ્ટિએ સમજાય છે. જિનપરિભાષાવિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસન કરવા યોગ્ય છે.” જિનેન્દ્રની જે પરિભાષા છે યથાવકાશ અનુસાર એનો વિચાર કરવો. વિચાર કરીને એના ઊંડાણમાં, વિશેષપણે એના ઊંડાણમાં જાવું એને નિદિધ્યાસન કરવું એમ કહેવામાં આવે છે. એ વિષયના ઊંડાણમાં જાવું. ઉપરછલ્લું વાંચી જાવું એમ નહિ પણ એના ઊંડાણમાં જાવું, એમ કહે છે.
જેમ કે ચક્રવર્તીનું સ્વરૂપ. લીધું ને ? બીજો બોલ લઈએ. ચક્રવત્યાદિનું સ્વરૂપ પણ અધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે. એમાં કેટલો ચડ-ઉતર છે ? એક જ મોક્ષગામી આત્માને એના પરિણામમાં ચડાવ-ઉતાર કેટલો થાય છે. તે મુનિદશામાં આવ્યા વિના તો ચક્રવર્તીના પુણ્ય બંધાય નહિ. અને મુનિદશામાં આવીને પણ જે નિધાનબંધ કરે. હવે
ક્યાં મુનિદશામાં આત્માનંદ ! અને ક્યાં પુણ્યના સુખનું નિધાનબંધ ! કે આટલો આટલો વૈભવ હોય તો મને ઘણું સુખ છે. ઠીક ! ક્યાંની ક્યા વાત છે ! ત્યાંથી નીચે ઉતરી જાય છે. મુનિદશાથી નીચે ઉતરી જાય છે. મુનિદશા સુધી ઊંચે ચડે, પાછા નીચે ઊતરે, અલ્પકાળમાં મોક્ષગામી હોવાથી ઉત્કૃષ્ટ વૈભવવિલાસમાં આળોટે. ઉત્કૃષ્ટ વૈભવવિલાસમાં આળોટ્યા પછી પણ જો મિથ્યાષ્ટિપણામાં રહે તો સાતમી નારકી સુધી જાય અને પછી મોક્ષે જાય અને નહિતર જો સમ્યગ્દષ્ટિપણે આરાધે તો વળી દેવલોકમાં જઈને પાછા મોક્ષે જાય. એક જ જીવના વિકારી પરિણામ અન અવિકારી પરિણામમાં કેવી કેવી શક્તિ રહેલી છે ? એના ફળ કેવા કેવા છે ? એ અધ્યાત્મિક દૃષ્ટિથી એને સમજે તો એ સમજાય એવું છે.