SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૭૧૪ ૩૭૯ સિદ્ધ થવા યોગ્ય છે.” એ તો જેટલા જેટલા જૈનદર્શનના સૂત્ર સિદ્ધાંતો છે એ બધામાં પોતે આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને જ એમણે એ બધો વિચાર કર્યો છે. ઘણા વિષયો જાણવાના છે. જેમકે લોકસંસ્થાન-લોકનો આકાર. પુરુષાકારે જે લોક છે એ જાણવાનો વિષય છે. એમાં સ્વર્ગનરકના ક્ષેત્રો છે, મનુષ્યલોકના ક્ષેત્રો છે એ પણ જાણવાનો વિષય છે. પણ એમણે પોતે તો બધું જ આધ્યાત્મિક દૃષ્ટિથી વિચારેલું છે એમ લાગે છે. શું કહે છે ? “ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. અધ્યાત્મિક દૃષ્ટિએ એ વાત બરાબર સિદ્ધ થાય છે, બરાબર ઠરે છે. એમ જ હોવા યોગ્ય છે એવું એમને લાગે છે. એ બાબતમાં એમના વિચારો ઘણા ઊંડા હતા. કદાચ સામાન્ય મનુષ્યથી અનુમાન ન કરી શકાય એટલા બધા ઊંડા વિચારથી એમણે એ વાતો વિચારી છે. ચક્રવત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે.' ચક્રવર્તી પુણ્યના યોગ છે. તોપણ એ ત્રેસઠ શલાકા પુરુષમાંહેના એક પુરુષ છે, મોક્ષગામી પુરુષ છે. એટલે એ વિષય પણ એમણે અધ્યાત્મિકદષ્ટિથી વિચાર્યો છે, સમજ્યા છે. “મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે.” મનુષ્યમાં પણ ઉચ્ચપણાના જે પ્રસંગો છે, જેમકે જૈનકુળમાં જન્મ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ છે એવા ઉચ્ચ ગોત્રમાં જે જન્મ છે. એ “ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. એમાં પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણ લાગુ પડે છે એમ કહેવું છે. “કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. જે આ હુંડાવસર્પિણી કાળ કહ્યો, અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ એમાં પણ અધ્યાત્મ દૃષ્ટિકોણ ઘટ્યમાન છે એટલે ઘટે છે. કેમકે જીવોના પરિણામ સાથે એ બધો સંબંધ રાખે છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે.” એ તો સીધો જ અધ્યાત્મિક દૃષ્ટિનો વિષય છે. જે જીવ પોતાના આત્મસ્વરૂપની તીવ્ર વિરાધનામાં આવે છે એ જીવો નિગોદાદિ અવસ્થાને પામે છે. એને તો સીધો જ આત્માના અપરાધ સાથે સંબંધ છે. એટલે એમાં પણ અધ્યાત્મિક દૃષ્ટિકોણ લાગુ પડે છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે. – સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. સિદ્ધપદ માટે બે વાત લીધી
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy