________________
પત્રાંક-૭૧૩
૩૭૧
વિરુદ્ધ આગ્રહ થાય અને તે અલ્પ કારણ ખાતર આગ્રહ થાય ત્યારે એમ સમજવું જોઈએ કે મતિને આવરણ આવ્યા વિના એવું બને નહિ. મતિ અવરાઈ ગઈ છે અથવા મતિ વિપર્યાસ વધી ગયો છે ત્યારે જ એવું બને. મુમુક્ષુ :દર્શનમોહને મંદ ક૨વા કે અભાવ કરવા અહીંયાં આવ્યા... પૂજ્ય ભાઈશ્રી :– અને એના બદલે દર્શનમોહ વધારીને ગયા. એવું થાય. એટલે આ તો એક એવું સાધન છે, બળવાન ધારદાર સાધન છે. જો એનો ઉપયોગ કરતા ન આવડે તો પોતાના અંગનો છેદ થાય. અંતરશત્રુને મારવા માટેનું સાધન છે. મિથ્યાત્વ આદિ અંતરશત્રુને હણવા માટેનું સાધન છે. એ જો ન હણાય તો પોતાનો આત્મા હણાય જાય. એ આગળ કહ્યું છે ને ? એમણે કહ્યું છે કે જેનાથી ખરેખર ભવભ્રમણ મટવું જોઈતું હતું એ જ ભવભ્રમણ વૃદ્ધિનું કારણ થઈ જાય. પત્રાંક) ૬૯૩માં આવ્યું ? કાં આવ્યું ? ૬૯૩માં છેલ્લી લીટી.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ...' છેલ્લો Paragraph. પાનું-૫૦૪. ‘ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે,...' જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગનું વિવરણ લીધું. અને આશાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યાં છે...' છેલ્લો Paragraph છે. કોઈ મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આશાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાદ્ય દીઠું છે,...' માથે ચડાવ્યું છે. ‘અને તેમ જ વર્ચ્યા છે, તથાપિ તેવો...’ યોગ. તેવા વિદ્યમાન સત્પુરુષ કે સદ્ગુરુ હોવા જોઈએ. યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો...' પોતાની મેળે ડહાપણ કરવાથી નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.' ભૂલ કરે અને આડે રસ્તે જરાક ચડી જાય તો અત્યારે તો એને એમ લાગે કે કાંઈ ફેર નથી. મારે તો ભળતી અને મળતી વાત છે. એક Degree નો Angle હોય પણ લંબાઈને છેડો ક્યાંનો કયાં જાય. પરિભ્રમણ નાશ કરવા માટે જે મનુષ્ય દેહ છે એ ઊલટાનો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થઈ જાય. એટલે બહુ ગંભીર વાત છે.