SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ રાજહૃદય ભાગ-૧૪ હરિભદ્રાદિ આચાર્યોએ નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ કરી દેખાય છે, પણ લોકસમુદાયમાં જૈનમાર્ગ વધારે પ્રચાર પામ્યો દેખાતો નથી, અથવા તથારૂપ અતિશય સંપન્ન ધર્મ પ્રવર્તક પુરુષનું તે માર્ગમાં ઉત્પન્ન થવું ઓછું દેખાય છે તેનાં શાં કારણો ? હવે વર્તમાનમાં તે માર્ગની ઉન્નતિ થવી સંભવે છે કે કેમ ? અને થાય તો શી શી રીતે થવી સંભવિત દેખાય છે, અર્થાત્ તે વાત ક્યાંથી જન્મ પામી કેવી રીતે, કેવા દ્વારે, કેવી સ્થિતિમાં પ્રચાર પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ? જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરોધ શાથી ટળે ? તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકને દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતા હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? તેમજ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ? દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા; તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ? ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જુદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy