________________
૧૭.
પત્રાંક૬૮૯ કરે એવા જીવને સુલભબોધી એવું વિશેષણ લાગુ પડે છે. એ એની વિશેષતા છે. સુલભપણે બોધની અસર થાય. કેટલાક જીવો એવા હોય છે કે ગમે એટલો એને ઉપદેશનો પ્રસંગ હોય પણ એને કાંઈ અસર ન થાય. માણસ કહે છે ને? ભાઈ ! કાળમીંઢ પાણા જેવો છે. એ પાણા ઉપર ગમે તેટલું પાણી પડે, પાણો પલળે નહિ. ત્યારે કોઈક જીવને એક પ્રસંગ થઈ જાય, એક કોઈ એવો બનાવ બની જાય કે થોડો બોધ મળી જાય તો એને ચોંટ મારી જાય. એવી ચોંટ લાગે કે એક પ્રસંગથી આખું એનું જીવન બદલી નાખે, એનું ધ્યેય બદલી નાખે. એવા જીવોને સુલભબોધી કહેવામાં આવે છે. સુલભબોધી એટલે જીવન બદલે તો. જો એના ધ્યેયથી જીવનન બદલે તો સુલભબોધીપણું નથી.
અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને...” એ કર્મ (કહીને સમજાવ્યું છે). આમ ભાવથી ન સમજાય, યોગ્યતાથી ન સમજાય એને નિમિત્તથી સમજાવવામાં આવે છે. એ સુલભબોધી જીવનું જ વિશેષણ છે-હળુકર્મી જીવ છે. એટલે જેણે પૂર્વ કાળે ભારે કર્મ બાંધ્યા નથી. ભારે કર્મ બાંધ્યા નથી એટલે ભારે કર્મ બંધાય એવા ભાવ કર્યા નથી. એવા ભાવ કર્યા નથી એટલે એનો આત્મા એવા દુષ્ટ ભાવોથી સંસ્કારિત નથી. દુષ્ટ ભાવોથી સંસ્કારિત થયેલો આત્મા હોય તો તેને ભારેકર્મી કહે છે અને એવા દુષ્ટ પરિણામો ભૂતકાળમાં ન કર્યા હોય કે જેને લઈને એને બોધની અસર તરત થાય તો એને હળુકર્મી કહેવામાં આવે છે.
આમ જો વિચારીએ, પ્રકૃતિથી વિચારીએ તો જેનો દર્શનમોહતીવ્ર છે એ ભારે કર્મી છે. જેનો દર્શનમોહ તીવ્ર નથી વર્તતો તે હળુકર્મી છે. જેને ભાવની અંદર મંદ દર્શનમોહ હોય એવા જીવને બોધની અસર તરત જ થાય છે. પણ તીવ્ર દર્શનમોહાવેશમાં વર્તતો હોય એને ગમે તેવો સારો ઉપદેશ હોય તોપણ એને જરાય અસર જાણે કે થતી નથી. એ રીતે સુલભબોધીપણું કે હળુકર્મીપણું લેવું.
એવા “જીવને તે ભય પરથી.” એવા મૃત્યુના કોઈ પ્રસંગ ઉપરથી, કોઈના પ્રસંગ ઉપરથી પણ એને “અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે. એને એમ થાય છે કે મારે કોઈ એવું સાધન કરવા યોગ્ય છે, મારે કોઈ એવું કાર્ય કરવા યોગ્ય છે કે જેને લઈને મને ક્યારેય દુઃખ ન થાય. હું કોઈ એવા પદમાં બેસી જાવ, એવા પદની પ્રાપ્તિ કરી લઉં, એવા સ્થાનની પ્રાપ્તિ કરી લઉં