________________
રાજહૃદય ભાગ-૧૪ એણે કરેલા કર્મ સિવાય કાંઈ સાથે લઈ ગયો નથી. કર્મના પરમાણુ સાથે જાય છે. એટલે એણે કરેલા ભાવના સંસ્કાર પણ સાથે જાય છે. જેટલા જેટલા વિપરિત ભાવો કર્યા છે એના સંસ્કાર સાથે જાય છે.
વિચારવાન પુરુષોને..” આવો વિચાર કરી શકે છે તેને વિચારવાન કહ્યા છે. કે જે વિચારને કારણે સંસારના કાર્યોનો રસ છે એ મંદ પડી જાય, અનુભાગ ઘટી જાય, આત્મહિતની વિચારણા કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મુછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે.” વળી એને એમ ભાસે છે કે આ મૂછભાવે આની પાછળ રડવું, મૂછભાવે દુઃખી થવું, સંબંધ જાણીને ખરેખરો સંબંધ માનીને દુઃખી થાવું, ખરેખર સંબંધ નહિ હોવા છતાં ખરેખર સંબંધ જાણીને દુઃખી થવું તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. આનાથી તો નવા કર્મ બાંધવા સિવાય બીજો કાંઈ લાભ થવાનો નથી. ઘણું દુઃખ, ઘણું કલ્પાંત કરે તેથી કાંઈ એમાં એક અંશે ફાયદો થાય એવું કાંઈ બનવાનું નથી. જેટલા જેટલા એ દુઃખી થવાના પરિણામ થયા એ બધા પરદ્રવ્યના એકત્વભાવે અજ્ઞાન અને મિથ્યાત્વને દઢ કરવાના કર્મ બંધાશે. એટલે ત્યાં તો આઠેય કર્મનું બંધન લઈ લેવું. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ બધાનું બંધન થાય છે. તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે...'
અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. પ્રતિપક્ષ લઈ લીધો. જો રાગે કરીને, મૂછભાવે કરીને ખેદ કરવામાં આવે તો નવા કર્મ બંધાય છે. અને વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરીને વૈરાગ્યમાં પરિણમવામાં આવે તો તે કર્મના આકરા ઉદય કાળે તે કર્મની નિર્જરાનો પ્રસંગ, કર્મની નિવૃત્તિનો પ્રસંગ આવશે. નિવૃત્તિ કહો કે નિર્જરા કહો. અને તે સત્ય છે. બંને વાત સત્ય છે. કર્મબંધ આ પ્રકારે થાય,કર્મની નિવૃત્તિ આ પ્રકારે થાય છે તે વાત સત્ય છે.
મૂળભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી....મૂછભાવે જેનો ખેદ કર્યો છે, દુઃખી થયા છે અને જેનો વિયોગ થયો છે તેની કોઈ પ્રાપ્તિ થાય, બહુ ખેદ કર્યો, બહુ દુઃખી થયા માટે એકાદ વખત પણ કોઈ મળવા આવી જાય એવું કાંઈ બનવાનું નથી. તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે. પૂર્વે યથાસ્થિત વિચાર નહિ કર્યો હોવાને લીધે એમૂછ અને એ દુઃખને જીવ રોકી શકતો નથી.