________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૪ એ કોઈ પદાર્થ સાથે હોય કે વ્યક્તિવિશેષ સાથે હોય, બધા અન્ય પદાર્થો આવી જાય છે. સચેત અચેત, સચેત-અચેત મિશ્ર. બધા પદાર્થો આવી જાય છે. કોઈની સાથે મારે એવું બંધન ન હોવું જોઈએ કે એના વિના મારે ચાલે નહિ બસ !
શું કહે છે ? તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે...” તેમાં તો વૃત્તિનું ઘણું દીનપણું છે, ઘણું તુચ્છપણું છે. અથવા બહુ સુદ્રવૃત્તિ છે. આના વગર મને ન ચાલે. માણસને ચાનું વ્યસન હોય છે, લ્યો ને. સવારે કે બપોરે એક કપ એટલે પાશેર ચા. દસ તોલા ચા ન મળે તો માથું ઠેકાણે ન રહે. કહે છે કે, આટલું બધું તને ? આવો મહાન તું આત્મા અને એક પાશેર પાણી માટે અમુક પ્રકારનું પાણી તૈયાર થાય છે. એ તો Liquid છે. એમાં તું અટકી ગયો ? અથવા એમાં વેચાઈ ગયો? તારી જાતને તેં કેટલી તુચ્છ ગણી છે. જે તારી મહાનતા છે એ તો ન મપાય એવી મહાનતા છે. માપ ન આવે એટલી મહાનતા છે.
મહિમા મેરુ સમાન જિનેશ્વર. ભગવાનની સ્તુતિ કરતા આનંદઘનજી' કહે છે કે મહિમા મેરુ સમાન' આપનો મહિમા મેરુ સમાન છે. તો જેવું જિનપદ છે એવું નિજપદ છે. “ગાઉ રંગ શું, ભંગમાં પડશો પ્રિત જિનેશ્વર.” એમાં એ ગાયું છે કે, “મહિમા મેરુ સમાન જિનેશ્વર.” એવો મહિમાવંત પોતે એમ માને કે એક ખાવા-પીવાની કે કોઈપણ જગતના સામાન્ય કિંમતવાળા પદાર્થ વિના મને ન ચાલે. એ વાત એને જરાપણ યોગ્ય નથી. એમાં પોતાની ક્ષુદ્રતા, તુચ્છતા અને દીનતા આવી જાય છે. એવો દીન અને હિન પોતે પોતાને કરી નાખે છે. એ પોતાને માટે નુકસાનનું ને દુઃખનું કારણ છે.
એક પદાર્થને બદલે બીજા પદાર્થથી ચાલે એવું હોય છે અથવા ન ચાલે એમ માનીને તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યા છે. એટલા માટે એને અભક્ષ્ય કહ્યા છે કે બીજા ઘણા જીવોની હિંસા હોવાને લીધે એને અભક્ષ્ય કહ્યા છે. તે યથાર્થ લાગવા યોગ્ય છે. અને તે વાત શાસ્ત્રમાં કહી છે તે અમને યથાર્થ લાગી છે. એ કોઈ બીજ સંબંધી, પીપળા અને વડના બીજ