________________
૨૧૨
અજહુ ભાગ-૧૪ અને સંસારમાં જ રખડવાના પરિણામની અંદરથી બહાર નીકળી શકતા નથી. આ પરિસ્થિતિ છે. અને કોઈક વિરલજીવ જ્યારે મોક્ષમાર્ગે ચડે છે ત્યારે એને મનુષ્યવૃદ્ધિના છળ નીચે એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો આવશયક છે એવી વાતનો ઉપદેશ કરવો એ સમજણ બહારની વાત છે અથવા ગેરસમજણ ભરેલી વાત છે. એમાં કોઈ લાંબી સમજણ દેખાતી નથી. કેમકે કો’ક જ જીવ મોક્ષમાર્ગે જાય છે. બાકી તો બધા સંસાર માર્ગની અંદર પ્રવર્તતા જોવામાં આવે છે. બહુ ચર્ચા કરી છે. કેટલા પડખેથી આ વાતમાં ચર્ચા કરી છે, હોં!
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, કોઈ જીવ આગળના ભવમાં. પૂર્વે એટલે અગાઉના ભવમાં પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે....... સામાન્યપણે કોને આવે ? નાની ઉંમરમાં ત્યાગવૈરાગ્ય કોને આવે ? કે એવા પૂર્વ સંસ્કાર લઈને આવ્યા હોય એને. પૂર્વભવમાં સારા સંસ્કાર હોય તો નાની ઉંમરમાં જ એને ધર્મબુદ્ધિ થાય. નહિતર નાની ઉંમરમાં ધર્મબુદ્ધિ થતી નથી. બાળપણમાં તો કાંઈ વિવેક હોય નહિ, યુવાન ઉંમરની અંદર અનેક પ્રકારના વિકાર છે એ વધી જાય. અને પછી વૃદ્ધાવસ્થામાં કાંઈક એને એમ થાય કે હવે મૃત્યુ નજીક છે લાવો કાંઈક આપણે આત્માનું કલ્યાણ કરીએ. સામાન્ય રીતે આ રીતે સંસારમાં મનુષ્યો પ્રવર્તતા જોવામાં આવે છે.
મુમુક્ષુ :- જ્યારે પાંજરાપોળમાં મૂકવા જેવો થાય ત્યારે ધર્મ (સાંભરે).
પૂજ્ય ભાઈશ્રી - ઘરડો થઈને પાંજરાપોળમાં મૂકવા જેવો થાય ત્યારે એ ધર્મ કરવાનો વિચાર કરે ત્યાં સુધી ધર્મ કરવાનો વિચાર ન કરે. એના કરતા બીજું કહેતા કે, ઘરડો થયો હોય તો દુકાને જવાની લત મૂકે નહિ. દુકાને ગયા વગર મને હખ નહિ પડે. ઘરે મારો વખત જાતો નથી. ઘરે મને ચેન પડતું નથી. જિદંગી આખી રસ લીધો છે ને ? પણ શરીર અટકે, આંખે દેખાય નહિ, પગ કામ કરે નહિ. પછી પરાણે ઘરે રહે. એમ કરીને ગુરુદેવ” એ બાબતને ઘણી વખોડતા હતા કે આ જુઓ તો ખરા જરાય વિવેક નથી.