________________
પત્રાંક-૬૮૯ માણસ દેહ ત્યાગ કરે છે ત્યારે એનો એટલો આઘાત નથી લાગતો. પરંતુ યુવાન અવસ્થા હોય અને માંદગી ન હોય, અકસ્માત-ઓચિંતુ જ આયુષ્ય પૂરું થાય ત્યારે ઓળખતા-પાળખતા કુટુંબીઓ, જેને જેને સ્નેહ હોય છે, લાગણી હોય છે, રાગ હોય છે અને ઘણું દુઃખ, એકદમ દુઃખ થઈ આવે છે. આ એવો એક પ્રસંગ છે.
જો સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિનાન રહે, તો પછી જેણે કુટુંબાદિસંબંધસ્નેહે મૂછ કરી હોય... શું કર્યું હોય? રાગ કર્યો હોય એમ ન કહ્યું. “જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, મૂછ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ જીવ કુટુંબ-પરિવારને વિષે એટલી બધી રાગની તીવ્રતામાં વર્તે છે કે એ પોતે પોતાનું ભાન ભૂલે છે. પોતાનું આત્મહિત ભૂલે છે, પોતાનું ભાન પણ ભૂલે છે. એટલે એને મૂછ કહે છે. મૂછમાં ભાન ભૂલવાનું થાય છે. “તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? કુટુંબાદિના સંબંધની લાગણીથી જેણે મૂછ કરી હોય એટલે તીવ્ર રાગ કર્યો હોય એને તો ઘણું દુઃખ થાય. જેટલો રાગ એટલો જÀષ એની અંદર ભરેલો છે. અને વળી એ લાગણીપૂર્વક સહવાસમાં વસ્યા હોય એટલે સાથે વસવાનું બન્યું હોય એટલે રાગ વધારે તીવ્ર થયો હોય. એનો રસ ચડ્યો હોય. સહવાસને કારણે રાગરસ વધેલો હોય. અને કાંઈ પણ આશ્રયભાવના રાખી હોય કે આ દીકરો મોટો થશે, આપણું પાલનપોષણ કરશે, કમાશે, ધમાશે અને આપણે પછી ચિંતા નહિ રહે. એવા બધા પ્રકારને લઈને ખેદ થયા વિના કેમ રહે? એને તો ખેદ રોક્યો રોકી શકાય નહિ.
આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. સંસારમાં જીવોનો આ સર્વસામાન્ય અનુભવ છે. ઘણા એવા દુઃખના પ્રસંગ હોય છે કે જે કહી ન શકાય, કથી ન શકાય. વેદનાને વર્ણવી ન શકાય એવા અનેક પ્રસંગોમાં આ એક મોટો પ્રસંગ છે કે કોઈ માણસ કોઈ કુટુંબમાં યુવાન અવસ્થાની અંદર દેહત્યાગ ઓચિંતો કરે છે.
“તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે.....” હવે આવા પ્રસંગો અનેક બને છે તો પણ એમાં લગભગ