________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૪ આહા...હા.! આ તો બહુ સૂક્ષ્મ વાતો કરે છે, બહુ ઊંચી વાતો કરે છે. એ વખતે એ જીવ પુણ્ય પણ બાંધતો નથી, પાપ બાંધે છે. શું કહે છે? પુણ્ય પણ નથી બાંધતો ઉલટાનો પાપ બાંધે છે. કેમકે એ પ્રશંસા અર્થે વાણીની પ્રવૃત્તિ છે. અહીં તો દેહની પ્રવૃત્તિ લીધી છે ને ? પણ દેહમાં વાણીની, મનની, પૈસાની બધી પ્રવૃત્તિ લઈ લેવી. કોઈ પ્રવૃત્તિ સ્તુતિ-નિદાના પ્રયત્ન અર્થે કરવા યોગ્ય નથી.
બાહ્ય ક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કિલ્યાણ રહ્યું નથી.” શું કહે છે ? અંતર્મુખ વૃત્તિ વગરની જેટલી કોઈ બાહ્યક્રિયા છે અને એ સંબંધીનો જે વિધિનિષેધ છે એમાં જરાય કલ્યાણ નથી. વાસ્તવિક કલ્યાણનો અંશ પણ એમાં નથી. એમાં જરાય કલ્યાણ રહ્યું નથી. “ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે.” આ વાત બહુ સરસ કરી છે. ગચ્છાદિ ભેદ નિર્વાહવો એટલે શું ? કે આપણો સંપ્રદાય ટકી રહે, ભાઈ ! મારે કાંઈ જોઈતું નથી. પણ આપણો સંપ્રદાય ટકી રહે ને ? આપણી પરંપરા બધી ટકી રહે, આપણો ધર્મ ટકી રહે. એ ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં.” એનો નિર્વાહ કરવા માટે કરવું. અને અનેક પ્રકારના વિકલ્પો (કરવા). પછી એ કરવા માટે આપણે બધું ટકાવવું હોય તો અહીંયાં આમ કરવું જોઈએ, અહીંયાં આમ કરવું જોઈએ. આનું આમ ન કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ. અનેક જાતની માથાફોડ જે ઊભી થાય અને એ વિકલ્પો સિદ્ધ કરવા, સિદ્ધ કરવા એટલે ? એ કાર્યો બધા બરાબર સંપન્ન થઈ જાય એને સિદ્ધ કરવા એમ કહે છે. સિદ્ધ કરવામાં જે કાંઈ રાગ-દ્વેષ થાય એમાં આત્માને આવરણ કરવા સિવાય બીજું કાંઈ છે નહિ. ફક્ત પોતાના આત્માને દર્શનમોહનું આવરણ વધારવાનું છે, અજ્ઞાનનું આવરણ વધારવાનું છે, રાગ-દ્વેષનું આવરણ વધારવાનું છે. એ સિવાય કાંઈ નથી.
“અનેકાંતિક માર્ગ પણ સમ્યફ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ જાણી લખ્યું છે.' આ ૨૯મા વર્ષમાં “અનુપચંદભાઈના પત્રમાં આ સૂત્ર આવ્યું છે. કૃપાળુદેવનું આ વચન અત્યારે સૂત્ર જેવું પ્રસિદ્ધ થઈ ગયું છે.