________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૪ સ્વરૂપનિશ્ચય સુધી તો આવવાનો એને પ્રશ્ન જ નથી.
એટલે કહે છે કે, “હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યગ્દષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી.... કેવી વાત લીધી ! તમે ધર્મના ક્ષેત્રની અંદર વધારે પ્રવૃત્તિ કરતા હશો તો લોકો એમ કહેશે કે, ભાઈ બહુ વિચારવાન છે, બહુ ધર્મજીવ છે. ત્યાં સુધી ધર્મી એટલે સમ્યગ્દષ્ટિ થઈ ગયા. કાં તો સમ્યગ્દષ્ટિ છે, કાં તો જ્ઞાની છે, કાં તો બહુ વિચારવાન છે, બહુ આત્માર્થી છે અથવા બહુ ઘણું પાળે છે, ઘણો સંયમ રાખે છે, ઘણું આમ કરે છે, ખાવા, પીવામાં, બીજા-ત્રીજામાં. એમ કાંઈને કાંઈ Credit તો માણસની બંધાય છે. જેટલું સમર્પણ છે એટલી તો એની છાપ ઊભી થાય છે. અથવા પૂર્વકર્મમાં યશ નામ કીર્તિનો ઉદય હોય એટલી એની કીર્તિ તો કોઈપણ વ્યક્તિને પોતાના પૂર્વકર્મ પ્રમાણે કીર્તિ-અપકીર્તિ થાય છે. એટલે લોકો એમ કહે એથી કાંઈ કલ્યાણ નથી. અને લોકો નિદે તેથી કાંઈ અકલ્યાણ પણ નથી.
અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના માહાસ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. અમારો તો આ નિર્ણય છે કે જે બહારનો વ્યવહાર છે એમાં જે વિધિ-નિષેધ કરો છો અને એ કર્તબુદ્ધિએ કરો છો, એનું જે કર્તુત્વ થાય છે એમાં પાછી તમને મોટાઈ લાગે છે કે અમે કેટલું ચુસ્તપણે પાળીએ છીએ. જરાક ફેરફાર થાય એટલે કે નહિ, ન જોઈએ. એવી રીતે વિધિ-નિષેધના કર્તૃત્વમાં તમને મહિમા આવી જાય છે. અમારો એ નિચોડ છે કે એમાં કાંઈ કલ્યાણ નથી, આત્માનું એમાં જરાપણ કલ્યાણ નથી. એમાં “કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે.'
આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે. કોઈ નિશ્ચયના એકાંતિક દૃષ્ટિથી લખ્યું છે અથવા અન્ય કાંઈ હેતુ છે, કોઈ બીજું કારણ છે એમ વિચારવું છોડી દઈને. એટલે કે અમને સંપ્રદાયમાંથી છોડાવવા માગે છે. અમારા સંપ્રદાયથી અમને છોડાવવા માગે છે. અથવા કાંઈ અમને કોઈ એકાંતમાં લઈ જવા માગે છે એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ