SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ રાજહદય ભાગ-૧૪ પણ અનુકંપા જ છે. જ્ઞાની પુરુષ વિચારીને કહે કે આ જીવને કહેતા કાંઈ નુકસાન તો નહિ થાય ને? તોપણ એમની અનુકંપા જ છે. એટલે એની યોગ્યતા જોઈને કહે. ભાગી જાય એવી રીતે ન વાત કરે. ઊભો રહે એવી રીતે વાત કરે. એટલે અનુકંપા હોય છે. ઘણી કરુણા હોય છે. કાંઈ લેવું દેવું નથી. નિષ્કારણ કરુણા છે. મુમુક્ષુ – આ પહેલો જ પત્ર લાગે છે. પૂજ્ય ભાઈશ્રી – હા. “અનુપચંદભાઈનો પહેલો પત્ર લાગે છે. મુમુક્ષુ - પરિચયમાં તો ઘણા સમયથી છે. પૂજ્ય ભાઈશ્રી – હા. પરિચયમાં છે એટલે તો વાત કરે છે કે તમને ક્યારેક ક્યારે કહેવાની વૃત્તિ આવી છે પણ પાછી ખેંચાઈ ગઈ છે. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. અત્યારે પણ અમે જે વાત કહીએ છીએ એને તમે અવકાશ એટલે કે જગ્યા આપો. અમારી વાતને તમે ધ્યાનમાં લ્યો. હજી પણ આ ફેરફાર થઈ શકે એવું છે. નહિતર એમ કહેવું છે કે એક કાળ એવો આવશે કે ફેરફાર નહિ થાય. એના ઉપરથી એક બીજી વાત યાદ આવી. આ તો ક્રિયાકાંડનું દૃષ્ટાંત છે. “અનુપચંદભાઈનો જે દગંત છે એ તો ક્રિયાકાંડનો છે. આપણે આપણા જે મુમુક્ષુ સમાજની અંદર જે રૂઢિ થઈ ગઈ છે અને એ રૂઢિમાંથી બહાર નથી નીકળતું એ એક સૂક્ષ્મ પ્રકાર જરા વિચારવા જેવો છે. આપણે બધા તત્ત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીએ છીએ. લગભગ બુદ્ધિજીવી માણસો છીએ અને તત્ત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વક આપણે અભ્યાસ કરીએ છીએ. અને બધી વાત સમજીને સાચા-ખોટાનો નિર્ણય કરીએ છીએ કે આ બરાબર, આ બરાબર નહિ. બસ ! આ રૂઢિ થઈ ગઈ છે. હવે એ સમજેલી વાતને અમલીકરણ કરવું, અનુભવકરણ કરવું અથવા પ્રયોગ કરવો એમાં આવતા નથી. કેમકે રૂઢિમાંથી નીકળતા નથી. રૂઢિમાંથી નીકળવું બહુ અઘરું છે. એકવાર ચર્ચા ચાલતી હતી કે, ભાઈ ! આ સમજીને પ્રયોગમાં આવવું જોઈએ. તો કહે, એમ કરીને પ્રયોગ અમને સમજાવી હ્યોને. મેં કહ્યું કે, એ પ્રયોગની વાતને પણ તમારે રૂઢિમાં જ નાખવી છે ને ? સમજી
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy