________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૪ એવાં કર્મની રહસ્યભૂત મતિ” એટલે પોતે જેવા કર્મો બાંધ્યા છે એ પ્રકારની મતિ મૃત્યુ વખતે વર્તે છે. સંક્ષેપમાં એમ પણ કહી શકાય કે જેવી રુચિ હોય એ રુચિનો વિષયભૂત પદાર્થ મૃત્યુ વખતે એને અવલંબનમાં આવે. મૃત્યુ વખતે એના પરિણામોને અવલંબન કોનું રહે? જેની રુચિ હોય એનું. આત્માની રુચિ હોય તો જીવને પરિણામ જે રહે એ મૃત્યુ વખતે આત્માસંબંધીના થઈ જાય. જો આત્માની રુચિ હોય તો મૃત્યુ વખતે એને આત્મા સંબંધીના પરિણામ ચાલે છે. અને સંસારની રુચિ હોય તો એ કહે છોકરાને બોલાવી લ્યો, છોકરીઓને બોલાવી લ્યો. બધાને હું વાત કરી દઉં, બધાને હું ભલામણ કરી દઉં, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં. એ બધા પ્રકારના પરિણામ થાય.
ઉત્પન કરેલાં એવા કર્મની. એટલે જે એને તીવ્ર રુચિપણે પરિણામ કર્યા છે એવી મતિ એની મૃત્યુ વખતે હોય છે. એટલે આપણે ત્યાં પૂછવામાં આવે છે કે, ભાઈ ! છોડતી વખતે પરિણામ કેવા હતા? પોતાની ઉપસ્થિતિ ન હોય પણ પરિચિત વ્યક્તિ હોય તો પૂછે કે, ભાઈ ! છેલ્લે છેલ્લે પરિણામ કેમ રહ્યા ? હવે એમ પૂછવાનું શું કારણ છે ? કે છેલ્લે એના જે પરિણામ હતા એના ઉપરથી એ જીવન કેવું જીવ્યો ? અને હવે કેવું જીવશે ? એનો એક આંક બંધાય છે. એટલે જ્યારે પાછલી ઉમરમાં જો પરિણામ સારા રહે તો એમ સમજવું કે ભવિષ્ય કાંઈક ઠીક છે. પણ જીવનના ઉતરાર્ધમાં જો પરિણામ બગડતા રહે તો એમ સમજવું કે ભવિષ્ય સારું નથી. આ એક એનું Indicator છે. વૃદ્ધાવસ્થામાં જે પ્રકારના પરિણામ થાય છે એ પરિણામ એના ભાવિ ભવને સૂચિત કરે છે.
કવચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ;.” છે. હવે શું છે ? જીવના પરિણામમાં બે પ્રકારના ભાવ થાય છે કે ક્વચિતુ જ-ક્યારેક જ માંડ પરિચય થયેલ.” થોડો પરિચય કર્યો છે એણે, ક્યારેક કયારેક કોઈ સત્સંગ મળ્યો, કોઈ સન્શાસ્ત્ર વાંચ્યું. “એવો પરમાર્થ તે એક ભાવઆત્મકલ્યાણ સંબંધીનો એક પ્રકારનો ભાવ છે. અને નિત્ય પરિચિત....' જીવનમાં દેહાર્થે, દેહાત્મબુદ્ધિએ નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે...” હું ફલાણો-ફલાણો. આ બધું ફલાણું. એ બધી કલ્પના જે પોતાના સંબંધોની, સેંકડોગમે પોતાના સંબંધો જે એણે કપ્યા છે એ બધી