________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૪ તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી. એટલે અહીંયાં કાળાણુનું દ્રવ્યપણું નથી લીધું. એમ કરીને સંક્ષેપમાં એ ઉત્તર પૂરો કર્યો છે.
જોકે ધર્માસ્તિકાયનું અમુક પ્રદેશે નિમિત્તપણે થાય છે અને બાકીના પ્રદેશે નિમિત્તપણું થતું નથી તો શા માટે એને કાળના સમયની પેઠે એનો વિભાગ થાય છે માટે એને જુદા જુદા દ્રવ્ય તરીકે ન લેવા? એનો પણ બહુ સ્પષ્ટ ઉત્તર નથી મળતો. To the point જે ઉત્તર મળવો જોઈએ એ ઉત્તર નથી મળતો. પણ કેટલાક સવાલો એવા છે કે જે સ્વભાવને સ્પર્શીને છે. એના ઉત્તરમાં કાર્ય-કારણનું Logic એ જરૂરી નથી, આવશ્યક નથી અથવા તો એ કાર્ય-કારણના Logic થી સિદ્ધ થાય તો જ સ્વભાવ સિદ્ધ થાય નહિતર ન થાય એવી વસ્તુસ્થિતિ નથી. એટલે કાર્ય-કારણનો જે તર્ક છે એ સ્વભાવને લાગુ પડતો નથી. સ્વભાવમાં તર્કનો અભાવ છે. એમ કહેવાય છે.
જેમકે અગ્નિ ઊનો શા માટે ? અગ્નિમાં ઊનાપણું કેમ ? તો એનું કોઈ Logic ન આપી શકાય. એમ કાળાણનું એક અણુપણું કેમ ? ધર્માસ્તિકાયનું અનેક પ્રદેશાત્મકપણું કેમ ? એ સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ છે. એના માટે Logic થી સિદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એના માટે તો કહેનાર પ્રમાણિત છે કે કેમ? એટલો નિર્ણય કરીને પુરુષ પ્રમાણ વચન પ્રમાણ માનવું એ સિવાય બીજો કોઈ ઉપાય જોવામાં આવતો નથી. કેમકે જો તમે કાર્ય-કારણના Logic માં જાવ તો તમે જે વાત સ્થાપો એનું કારણ પણ માગશે. એ તમે સિદ્ધ કરી દ્યો તો એનું કારણ માગવામાં આવશે. એનો ક્યાંય છેડો આવશે નહિ. ન તો પ્રશ્નનો છેડો આવશે, ન તો ઉત્તરનો છેડો આવશે. એટલે કોઈ એક જગ્યાએ અટકવું જરૂરી છે. તો એ વાત
ક્યાં અટકે છે ? વિચારવામાં આવે તો. કે જ્યાં વસ્તુનો સ્વભાવ છે ત્યાં પછી તર્ક કરવો એ અનાવશ્યક છે. એમ લેવું જોઈએ. વસ્તુનો જ્યાં સ્વભાવ છે.
કેમકે પ્રશ્ન એ પણ થઈ શકે છે કે જીવમાં જીવપણું શા માટે ? પુગલમાં જડપણું શા માટે ? આ પ્રશ્ન પણ થઈ શકે. શા માટે નહિ, એ વસ્તુ સ્વભાવથી જ એવી છે. પછી એમાં કારણ-કાર્યનું Logic છે કે પ્રશ્ન