________________
૧૪૯
પત્રાંક-૬૯૯ એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. એમ કરીને શ્વેતાંબરાચાર્યોનો અભિપ્રાય સ્પષ્ટ કહ્યો. પછી દિગંબર આચાર્ય આમ કહે છે એમ કરીને વાત કહી.
હવે એ ઉપરાંત કહે છે કે તે કાલાણુઓ દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ “અસ્તિકાય' કહેવા યોગ્ય નથી.” કેમકે એને ક્ષેત્રવિસ્તાર નથી માટે. કાય એટલે વિસ્તાર ક્ષેત્રવિસ્તારને કાય કહેવામાં આવે છે. કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી.” ભેગા થઈને મળીને કોઈ પ્રવૃત્તિ કરતા નથી. બધા ભિન્ન-ભિન્ન રહીને જ પરિણમે છે. જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકામાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. કારણકે પંચાસ્તિકાયમાં અસ્તિકાયનું સ્વરૂપ આવે છે. આ અસ્તિકાય નહિ હોવાથી છઠ્ઠ દ્રવ્ય ગૌણરૂપે કહેવામાં આવે છે. એમ કરીને પોતે તો સ્થાપી દીધું છે પાછું. આમ કહેવા યોગ્ય છે. બહુ પ્રદેશાત્મક નહીં હોવાથી ભિન્ન ભિન્ન રહીને ક્રિયા કરતા હોવાથી.. એ બધી વાત સ્થાપી દીધી.
આકાશ” અનંતપ્રદેશપ્રમાણ છે.” બહુ ધ્યાનથી વાંચે એને જ ખ્યાલ આવે એવું છે. ઉપરછલ્લું વાંચે એને એમ ખ્યાલ આવે કે શ્વેતાંબર આચાર્યની પણ વાત કરી, દિગંબર આચાર્યની પણ વાત કરી. બેયની વાત જુદી પડે છે તો એમ નથી કહેતા કે કઈ બરાબર છે અને કઈ બરાબર નથી. એવું કહેતા નથી.
મુમુક્ષુ :- ....
પૂજ્ય ભાઈશ્રી :- ઉપર ઉપરથી એમ લાગે. પણ ઝીણવટથી વાંચે તો એમણે શું સ્થાપ્યું છે એ વાત એની અંદર આવી જાય છે.
“આકાશ” અનંતપ્રદેશપ્રમાણ છે. તેમાં અસંખ્યાતપ્રદેશ પ્રમાણમાં ધર્મ, અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ, અધર્મ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જીવ અને પુગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી” એ માધ્યમ છે. ગતિ સ્થિતિમાં એનું માધ્યમ છે. જેમ માછલીને ગતિ કરવી હોય તો પાણી એનું માધ્યમ છે. પક્ષીને ઉડવું હોય તો હવા એનું માધ્યમ છે. પછી સામા પૂરે પણ માછલી તરી શકે છે અને સામો પવન હોય તોપણ પક્ષી ઊડી શકે છે. નદીમાં પાણીનું પૂર એવું હોય કે