SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૯૮ ૧૩૭ સ આવે છે. અને જ ને સ જુદા નથી. શું છે એ પ્રશ્નાર્થત્મક નથી પણ જસુ એમ મૂળ પદ છે. એટલે જસુનો અર્થ કે જેની. જસુનો અર્થ થાય છે જેની. “એટલે વર્ણ, ગંધાદિ પુગલગુણના અનુભવનો અર્થાત્ રસનો ત્યાગ કરવાથી અનુભવનો ત્યાગ એટલે શું ? કે એના રસનો ત્યાગ કરવાથી, “તે પ્રત્યે ઉદાસીન થવાથી જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.' જુઓ ! કેવી રીતે અર્થ કરે છે ! “પુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો'” જેની પ્રતીત કરવી છે, જે અરૂપી ચૈતન્યઘન આત્માની પ્રતીત કરવી છે એને પુદ્ગલ અનુભવના ત્યાગથી કરવી છે. પુદ્ગલના અનુભવનું ગ્રહણ એવી ને એવી રીતે રસથી કરે, એવા ને એવા રસથી પુદ્ગલોનો અનુભવ કરે. જોકે અનુભવી શકતો નથી પણ અધ્યાસે અનુભવ કરે છે એટલે અનુભવ કરે છે એમ કહીએ. અને એને આત્માનો પણ અનુભવ થાય, આત્માની પણ પ્રતીતિ થાય કે આત્મા અરૂપી છે, રૂપ, રસ, ગંધ, વર્ણ રહિત છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપી છે. એવી રીતે પ્રતીત થતી નથી. એકના રસમાં બીજાના રસનો અભાવ છે. આત્માની પ્રતીતિ આત્મસ્વરૂપના રસથી થાય છે અને આત્મસ્વરૂપના રસનો આવિર્ભાવ પુદ્ગલ અનુભવના રસના તિરોભાવ વગર થઈ શકતો નથી, એમ કહેવું છે. અથવા પુદ્ગલ પરમાણુના રસનો એમને એમ રસ રહી જાય અને આત્માની પ્રતીત નામ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય એવું બનતું નથી. રસની અપેક્ષાએ જો સમ્યગ્દર્શનને વિચારવામાં આવે તો સમ્યગ્દર્શન એ બીજું કાંઈ નથી પણ આત્માના અપૂર્વ મહિમાથી ઊપજેલો જે ચૈતન્યરસ, આત્મરસ એ આત્મરસની તીવ્રતાનો એક તબક્કો છે, એનું નામ સમ્યગ્દર્શન છે. જો રસના દૃષ્ટિકોણથી એની વ્યાખ્યા કરીએ તો એ પ્રકારે છે કે જ્યાં અપૂર્વ આત્મરસ ઉત્પન્ન થયો, એટલો બધો આત્મરસ ઉત્પન્ન થયો, આત્મા લક્ષમાં આવ્યા પછી આત્મલક્ષે આત્મરસ ઉત્પન્ન થાય. આત્મલક્ષ વિના આત્મરસ તો ઉત્પન્ન થાય નહિ. કેમકે પુદ્ગલલક્ષ પડ્યું છે. એટલે જે આત્મા લક્ષમાં આવ્યો ભાવભાસનના કાળમાં, સ્વરૂપનિશ્ચયના કાળમાં, સ્વરૂપનિર્ણયના કાળમાં એ આત્મલક્ષે મહિમા વધ્યો, રસ વધ્યો અને અતિ તીવ્ર રસ વધતા જે સ્વાનુભવ થયો કે જે
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy