________________
પત્રાંક-૬૯૮
૧૩૩ ફૂટી ગયો જે ઘડો. તે ઘડો પહેલા આવા આકારે હતો, આવા રંગે હતો, આવા પ્રકારનો હતો. તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે...” અત્યારે કુંભારના હાથમાં માટીનો એક પિંડ ચાકડા ઉપર ચડાવેલો જોવે છે. એ થોડો વખત પછી ઘડાપણે આકાર પામશે, નીપજશે. “એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે;” કે આ માટીના પિંડમાંથી ઘડો બનવાનો છે. તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી... તોપણ માટીનો પિંડ કાંઈ વર્તમાનમાં ઘડાપણે વર્તતો હોતો નથી. માટીનો પિંડ તો માટીપણે જ વર્તમાનમાં વર્તે છે, કાંઈ ઘડાપણે વર્તતો નથી.
“એ જ રીતે એક સમયમાં સર્વશને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે.' ભલે જ્ઞાન ત્રણે કાળના સમયનું છે. પણ કોઈપણ દ્રવ્ય વર્તમાન સમયમાં વર્તે છે, તે જ સ્થિતિનું વર્તમાન સમયનું વર્તતું જ્ઞાન છે. ભૂત-ભવિષ્યનું તો જે થઈ ગયું અને થશે એવું સત્તાત્મક જ્ઞાન છે. વર્તતું પ્રગટ પર્યાય તો પ્રગટ પર્યાય વર્તે છે તેનું જ્ઞાન છે. આ રીતે કેવળજ્ઞાન જાણે છે. બહુ ચોખ્ખું કર્યું છે. સાદી ભાષામાં પણ કેવળજ્ઞાન કેવી રીતે કેવળજ્ઞાનપણે વર્તે છે કે જેમાં ત્રણે કાળનું શેયત્વ કેવી રીતે છે. શેયપણું કેવી રીતે છે એ બહુ સ્પષ્ટ ચોખ્ખું કર્યું છે.
મુમુક્ષુ - એક વાક્યને પકડી લ્ય અને બહુ ઊંધો અર્થ કરે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એવું છે કે માણસને પોતાના અભિપ્રાય અનુસાર કોઈ વાત લેવી હોય ત્યારે સળંગ કહેનારના વક્તવ્યને ગ્રહણ ન કરે. માત્ર કોઈ એક વાત-ટૂકડો પકડી અને એનો આગ્રહ કરી નાખે. તો એમાં કાંઈ આત્માનું હિત નથી. આત્મહિતના લક્ષે જો સ્વાધ્યાય થાય તો એ પ્રકારની અસરળતા અથવા વિપરીતતા ઊભી ન થાય. પરિણામનું નકસાન તો પરિણામ કરનારને જ છે. પછી એને આત્મહિતનું લક્ષ ન હોય તો એનો કોઈ ઉપાય નથી.
હવે કાળ ઉપર જવાબ આપે છે કે, સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે...” આ સૂર્યને લઈને જે કાળની ગણતરી થાય છે કે આ એક દિવસ થયો, આજે એકમનો દિવસ છે, આજે પાંચમનો દિવસ છે. પછી ચંદ્ર ઊગશે, પછી પાછો સૂર્ય ઊગશે ત્યારે છઠ્ઠો