________________
૧૩૦
રાજહૃદય ભાગ-૧૪
એમ લખાયું છે, તેમ મૂળ નથી. પુદુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો’ એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવનો અર્થાતુ રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી જસુ એટલે જેની આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે.
તા. ૧૮-૫-૧૯૯૧, પત્રીક - ૬૯૮, ૬૯૯
- પ્રવચન નં. ૩૨૦
.. છ દ્રવ્ય નથી સ્વીકારતા. છઠું જે કાળદ્રવ્ય છે એને ઉપચારિક દ્રવ્ય તરીકે લે છે. પણ એને ખરેખર દ્રવ્ય તરીકે નથી સ્વીકારતા.
જે પાંચ અસ્તિકાય કહ્યા છે, તેની વર્તમાનું નામ મુખ્યપણે કાળ છે. પાંચ દ્રવ્યો પરિણમી રહ્યા છે. એક પર્યાયથી બીજી પર્યાયે વર્તી રહ્યા છે તે વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. એ વર્તનાને પર્યાય અથવા અવસ્થા પણ કહેવામાં આવે છે. જેમ ધમસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપ જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એવી રીતે કોઈ કાળનો સમૂહ એક સાથે નથી દેખાતો. ઊર્ધ્વપ્રચય છે પણ તિર્યકપ્રચય નથી એમ કહેવું છે. પ્રવચનસારમાં એવો શબ્દ વાપર્યો છે. જે ઊર્ધ્વપ્રચય છે એક પછી એક પછી એક એમ એમ ભવિષ્યકાળમાં પર્યાયો થતી જાય એને ઊર્ધ્વપ્રચય કહે છે. અને એકસાથે ક્ષેત્રનો પથારો હોય, આડું હોય એને તિર્યકપ્રચય કહે છે. આડું. ક્ષેત્ર આપ્યું છે. ધર્માસ્તિકાય, આકાશ આ રીતે પૃથ્વી આડી દેખાય છે. પુદ્ગલો. એવી રીતે. જ્યારે કાળ આમ ઊર્ધ્વપ્રચય છે. અવસ્થાઓ ઉપર ઉપર જાય છે. એવી રીતે. એમ પ્રચય એટલે એનો ફેલાવ. પ્રચયનો અર્થ થાય છે ફેલાવ. ક્ષેત્રનો ફેલાવ અને પર્યાયનો ફેલાવ એમાં ફરક છે એમ કહેવું છે. બે વાત એક નથી. એટલે જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત સમૂહરૂપે