________________
૧૧૨
રાજહૃદય ભાગ–૧૪ કરવાનો છે. પણ જોવામાં પ્રયોગ કેમ કરવી એની સુગમતા મળે છે. એની ગમ પડે છે કે આ પ્રયોગ આમ કરે છે, મારે આમ કરવાનો છે. તે આમ કરે છે, મારે આમ કરવાનો છે.
નિશાળમાં પણ Science ના વિદ્યાર્થીઓને Science ના Period માં Professor છે કે શિક્ષક છે એ પહેલા પ્રયોગ કરી દેખાડે છે. કે જુઓ ! આ રીતે આ પ્રયોગ થાય છે. પછી વિદ્યાર્થીને પાસે બોલાવે કે હવે તું આ પ્રયોગ કર. તો એને એ બાજુમાં ઊભા રહીને જ્યાં ભૂલ થાય ત્યાં સુધારે કે એમ નહિ. આ આમ કરવાનું છે, આ આમ પકડવાનું છે, આ આમ છોડવાનું છે, આ આમ રેડવાનું છે, આ આમ કરવાનું છે, આમ કરવાનું છે. એને ન સમજણ પડે ત્યાં એને શીખવાડે. એક વખત Practical side માં શીખવાડે અને એની Practice ચાલુ કરે પછી એ ભૂલે નહિ કે આ કેવી રીતે પ્રયોગ થઈ શકે?
એમ પ્રત્યક્ષ જ્ઞાની હોય તો ભૂલ થાય તો તરત જ એ જ વખતે સુધરાવે. પરોક્ષ જ્ઞાનીથી એ કાર્ય સંભવિત નથી. એટલો પ્રત્યક્ષ અને પરોક્ષમાં અંતર છે. એ અંતર તો કોઈ રીતે તોડી શકાય એવું છે નહિ. એ અંતરનો કોઈ વિકલ્પ નથી, એ અંતરનો કોઈ Alternative નથી કે આના બદલે ચાલે.
પણ આવી વાત જ્યારે લખે છે ત્યારે એ એ વાત પ્રસિદ્ધ કરવા માગે છે કે એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ...” અમારા પ્રારબ્ધના ઉદયને વેદતા એકધારાએ અમે પુરુષાર્થ કરવા માગીએ છીએ. ત્રુટક ત્રુટકપણે નથી કરવા માગતા. એ એકધારાએ જે પુરુષાર્થ કરવા માગીએ છીએ તેમાં વચ્ચે બીજી પ્રવૃત્તિ કરવી ફાવશે નહિ. એમ કહેવું છે. પછી ભલે તે પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ હોય તોપણ. જ્યાં સહજપણે સાક્ષાત પરમાર્થને સાધવાનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે તે જ પ્રવૃત્તિને ભાષામાં મૂકીને કહેવામાં અમારો ઉપયોગ એટલો બાહ્યાકાર પરિણામને ભજે છે કે એ અમને અત્યારે ફાવતું નથી. પુરુષાર્થ અંતર્મુખનો છે. વ્યવહારરૂપ પ્રવૃત્તિ બાહ્યાકાર પરિણામથી થાય છે અને એમની સાથે એમને એ ફાવતી વાત નથી.
એકસાથે પ્રતિપક્ષના બે કામ કરવા અમને ફાવતા નથી. ખાતા પણ