________________
પત્રાંક-૬૯૫
૧૦૧ થાપવાનું શું કારણ ? સમજાણું? સિદ્ધાંત એ લેવો છે કે આમાં વાંધો નથી. એમાં સિદ્ધાંતિક વિષય છે. સિદ્ધાંત એ બેસાડવો છે, સ્થાપિત કરવો છે કે આહાર લેવો તે દોષ નથી. કેવળીને પણ દોષ નથી. પછી છાસ્થને દોષ ક્યાં રહ્યો ? એટલે આમાં ક્યાં ભૂલ પડે છે એ જોવાનું છે.
એમ વિષય કષાયના જે સ્થાપનાના સિદ્ધાંતો છે અને જે વીતરાગી સિદ્ધાંતો છે અને પ્રતિપક્ષપણું છે. એ વીતરાગ થવા માટે વિષય કષાયનો નિષેધ કરે છે. જે વિષય કષાયને સ્થાપે તે વિતરાગી સિદ્ધાંત નહિ. પછી એનું નામ ગમે તે હોય, જૈન હોય કે અજૈન હોય. એમ લેવું જોઈએ. આ તો વિચારવાની પદ્ધતિ છે આ.
મુમુક્ષુ – ભૂલ કરવી અને ભૂલનો બચાવ કરવો.
પૂજ્ય ભાઈશ્રી – ભૂલ કરવી એમ નહિ. જ્યારે પોતે સ્થાપે છે ત્યારે તો એને ખબર નથી કે મેં ભૂલ કરી છે. ત્યારે તો પોતાની વિષયકષાયની વૃત્તિ અનુસાર સિદ્ધાંત ઘડે છે. એને શાસ્ત્રમાં શાસ્ત્રારૂઢ કરીને સિદ્ધાંતિક સ્વરૂપ આપે છે. પછી જે સામે પ્રતિપક્ષ છે-વીતરાગના, એ તો એમ કહે છે કે આમાં દોષ આવે છે. ત્યારે બુદ્ધિવાળા માણસને તો ખ્યાલ આવે છે કે આમાં દોષ છે પણ હવે રહ્યું આપણું શાસ્ત્ર. આપણી ભૂલ તો આપણે કહેવાય જ નહિ. નહિતર આખો સંપ્રદાય તૂટી જાય. એટલે પછી એનું રક્ષણ કરવા આ બાજુની બીજી દલીલ ઊભી કરે છે. એમ ભૂલનું રક્ષણ કરવું પડે છે. ભૂલની ખબર પાછળથી પડે છે.
આ જે પરમ સત્ય છે એની સામે જે અસત્ય છે એ તો સામે તરત જ દેખાય જવાનું છે. જૈન એટલે વીતરાગ અને વીતરાગમાં રાગ એ તો ઉજળે ડાઘ થયો. તરત જ દેખાય. ધોળા કપડે ડાઘ તો તરત જ દેખાય. આ તો તરત જ ખબર પડે કે આ તો રાગને સ્થાપે છે. વીતરાગમાં રાગની
સ્થાપના હોય નહિ. એટલે એ તો તરત જ બહાર આવશે. પછી એનું રક્ષણ ગમે તે રીતે કરે નહિ. સત્યની સામે અસત્ય ટકી શકે એવું નથી.
અહીંયાં શું કહે છે ? તે તે આશ્રમમાં વર્તવાના મયદાકાળને વિષે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધમને આચરે તો તે “સ્વધર્મ કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં...” એટલે વેદાંતમાં. “વેદાશિત માર્ગમાં