________________
પત્રાંક-૬૯૫ ઉંમર પ્રમાણે છે. ચારે જાતિના લોકોએ સો વર્ષના એ લોકોએ ચાર વિભાગ કરી નાખ્યા. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણવું. એમાં પહેલા પચ્ચીસ વર્ષમાં એમણે બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું, પછીના પચ્ચીસના વર્ષમાં એણે ગૃહસ્થાશ્રમમાં રહેવું, પછીના પચ્ચીસ વર્ષમાં એણે વાનપ્રસ્થાશ્રમમાં રહેવું પછી ત્યાગ કરીને સંન્યસ્ત એટલે ત્યાગ કરવો. પછીના પચ્ચીસ વર્ષમાં બધો ત્યાગ કરીને સંન્યાસી થઈ જવું. સંન્યાસી જ થઈ જવું. પણ આયુષ્ય સો વર્ષનું હોય તો ને. એ Gurantee તો છે નહિ. હવે ત્રીસ વર્ષનું આયુષ્ય હોય એને શું કરવું ? એને સંન્યાસમાં અને વાનપ્રસ્થમાં વારો જ આવવાનો નથી. પણ એ લોકોએ એવી રીતે ભેદ પાડ્યા છે અને એ રીતે રહેવાની આજ્ઞા કરી છે. આમાં કેટલું યથાર્થ છે એ વિચારવાનું છે. આયુષ્ય જ ન હોય તો એ આજ્ઞા ક્યાં કામમાં આવવાની હતી ? એમ કહે છે.
મુમુક્ષુ – “ગઢડામાં ધર્મ કોનો ?
પૂજ્ય ભાઈશ્રી :- એ લોકો મુખ્યપણે “શ્રીકૃષ્ણને ભજે છે. રામચંદ્રજીનું નામ બહુ નથી લેતા પણ “શ્રીકૃષ્ણનું નામ લે છે અને મૂર્તિ પણ એમણે એ જ સ્થાપી છે. એમણે એ મંદિર જ ગોપીનાથજી મહારાજનું મંદિર કહેવાય છે આજે. ગઢડાનું જે મંદિર છે એને ગોપીનાથજી મહારાજનું મંદિર કહ્યું છે. ગોપીનાથ એટલે ગોપીઓના નાથ. એટલે ? શ્રીકૃષ્ણની બાજુમાં એમણે રાધાજીની મૂર્તિ મૂકી છે. એટલે રાધા અને કૃષ્ણ. બેની મૂર્તિ મૂકી છે. નામ આપે છે ગોપીનાથજીનું. એમ છે. અત્યારે જે પરિસ્થિતિ છે.
પાછું વિચિત્ર ઘણું છે એમાં કાંઈ સમજણ પડે એવું નથી. બહુ ચોખ્યું નથી. દરેક મંદિરમાં એ હનુમાનજીની મૂર્તિ સ્થાપે છે. અને હનુમાનજી' “શ્રીરામના ભક્ત હતા. એ “શ્રીકૃષ્ણના વખતમાં એ નહોતા. એ તો પહેલા થઈ ગયા. “રામચંદ્રજી પહેલા થયા. એમના ઇતિહાસ પ્રમાણે પણ “રામચંદ્રજી પહેલા થયા છે. શ્રીકૃષ્ણ પછી થયા હતા. એટલે રામચંદ્રજીના સમકાલીન હનુમાનજી' હતા અને રામભક્ત હતા. તો એને પાછા સ્થાપે છે. રામને નથી સ્થાપતા પણ રામના ભક્તને સ્થાપે છે. હનુમાનજીની મૂર્તિ રાખે છે. “ગઢડામાં પછી આમાં “સાળંગપુરમાં છે.