________________
પત્રાંક-૬૯૪
૯૩ જ્ઞાન તો જ્ઞાન છે. પછી કેવળજ્ઞાન હોય કે શ્રુતજ્ઞાન (હોય). હું જેમ લીંબડો જાણું છું. લીંબડાને લીંબડો જાણું છું એમ કેવળજ્ઞાન પણ લીંબડાને લીંબડો જાણે છે. જ્ઞાનમાં શું ફેર છે ? નહિ, ફેર છે. તમે લીંબડા સામું જોઈને જાણો છો. એ લીંબડા સામું જોયા વગર જાણે છે. એ આત્મા સામું જોઈને જાણે છે. ફેર છે. એવી રીતે બેય જ્ઞાન સરખા નથી. ઘણી ચર્ચાઓ ચાલતી. પછી કલ્પનાએ ચડે ત્યારે માણસ ગમે તે રીતે કલ્પનાએ ચડે. એ બધી કલ્પનામાંથી પછી શાસ્ત્ર રચવાનો ક્ષયોપશમ હોય તો એ રચી નાખે છે. ક્ષયોપશમધારી જીવ હોય અને જેને શાસ્ત્ર રચવાનો યોગ હોય તો પછી એ પોતાની માન્યતા લખે કે ન લખે ? થાય ગડબડ બધી.
મુમુક્ષુ :- ઉપયોગ એકસાથે બે કાર્ય કેવી રીતે કરી શકે ? સ્વરૂપનું ગ્રહણ અને ભેદજ્ઞાન, આ બે કાર્ય એકસાથે જીવ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – ભેદજ્ઞાનમાં તો સ્વરૂપનું જ ગ્રહણ છે. ભેદજ્ઞાનમાં પરનું તો ગ્રહણ નથી. પોતાનું જ ગ્રહણ થાય છે. ભેદજ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરવાનો પ્રયાસની પ્રક્રિયા છે, Process છે. જેનાથી સ્વરૂપગ્રહણ થાય છે. ખરેખર ભેદજ્ઞાનનું મૂળ સ્વરૂપ સ્વરૂપગ્રહણ કરવાનું છે. અને કેવળજ્ઞાનમાં તો સર્વાંશે સ્વરૂપનું ગ્રહણ છે, અપ્રતિહત છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી:– કામ એક જ છે. બીજું તો આપોઆપ જુદું પડી જાય છે. જેમ આપણે આપણા Plot ની સીમા બાંધીએ તો ચારે દિશામાં રહેલા Plot કે જે મકાનો હોય એ Automatic જુદા પડી ગયા કે ન પડી ગયા? એમ વાત છે. પોતાને પોતામાં અભિનપણે અવલોકતા, અનુભવતા પરથી ભિન્નપણું થઈ જાય છે. કેમકે પહેલા પરથી અભિન્નપણું હતું એ ભિન્નપણે થઈ જાય છે. છે તો એમાં સ્વરૂપગ્રહણ કરવાની જ પ્રક્રિયા છે, પ્રયત્ન છે.
મુમુક્ષુ:- . સ્વ અને પર બે એકસાથે...
પૂજ્ય ભાઈશ્રી – હા, કથન બે બાજુથી આવે છે. ભેદજ્ઞાનમાં સ્વરૂપગ્રહણ કરવાનું પણ કથન આવે છે અને પરથી જુદા પડે છે એવું પણ કથન આવે છે. પણ એ તો એક જ વાતના બે કથન છે. વાત એક છે અને કથન બે પ્રકારે છે. સ્વથી અને પરથી. સ્વની અપેક્ષાએ પણ કથન અને પરની અપેક્ષાએ પણ કથન.