________________
રાજહૃદય ભાગ-૧૪
८८
નથી લખ્યું, એમ કહે છે. મુખ્ય મુદ્દો તો આહા૨નો છે.
જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો દેહધારી કેવળી’ અને ‘સિદ્ધ”ને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી;...’ પણ જિનાગમ તો એમ કહે છે કે કેવળજ્ઞાની દેહધારી અરિહંત હોય કે કેવળજ્ઞાની સિદ્ધ હોય, કેવળજ્ઞાન તો બંનેને સરખું જ છે. કેમકે ઘાતિકર્મનો નાશ તો બંનેને સરખો જ છે. એટલે એને કોઈ અનુજીવી જ્ઞાનાદિ ગુણનો ઘાત થતો નથી. બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે.’ અને રૂઢિઅર્થ તો એવો છે કે બંનેને જ્ઞાન સરખું છે. સિદ્ધનું જ્ઞાન વધારે છે અને કેવળીને ઓછું છે એવું પણ નથી. અરિહંતને ઓછું છે એવું નથી.
બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે :–' હવે જે પોતે અવતરણ ચિહ્નમાં લખ્યું છે એમાં અમે એવો પાઠ જોયો છે, એમ કહે છે. “કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :– સયોગી ભવસ્થ કેવળજ્ઞાન', અયોગી ભવસ્થ કેવળજ્ઞાન’.’ આ શ્વેતાંબર શાસ્ત્રમાં છે. દિગંબર શાસ્ત્રમાં આ વાત નથી એટલે એમ કહે છે કે જિનાગમ જોતા પાછી જુદી રીતે વાત દેખાય છે. એટલે ખરેખર એમને એમ કહેવું છે કે જે વર્તમાન જિનાગમ કહેવાય છે એમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જોવામાં આવતું નથી. કેમકે એમણે એ વખતે આહા૨ને સ્થાપ્યો છે. મૂળ સરવાળે વાત એમને ત્યાં લઈ જાવી છે.
જો કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થ સ્થાપ્યું હોય તો પછી મોક્ષમાર્ગની અંદર ફેર પડે નહિ. કેમકે એ તો ધ્યેય છે. પૂર્ણ થવું એ તો ધ્યેય છે. જો પૂર્ણપદ બરાબર હોય તો પૂર્ણપદના અનુસંધાનવાળી બધી Line તો નીચેની છે. ઉ૫૨નું બરાબર હોય તો નીચેનું ક્યાંથી બરાબર ન હોય ? કે નીચેનું બધું બરાબર જ હોય. એટલે મોક્ષમાર્ગમાં ભૂલ ન પડે.
મુમુક્ષુ :– ઉ૫૨થી લઈને સિદ્ધ કરે છે ?
=
પૂજ્ય ભાઈશ્રી :- હા. ઉપરથી લઈને સિદ્ધ કર્યું છે. કેવળજ્ઞાનથી આ વાત સિદ્ધ કરી છે. ચર્ચા એ કાઢી છે ને પોતે ? એ ચર્ચા કાઢી છે.
મુમુક્ષુ :– ભવસ્થ એટલે ?
પૂજ્ય ભાઈશ્રી :– ભવસ્થ એટલે ભવમાં રહેલા એને ભવસ્થ કહીએ. સ્થ એટલે રહેવું. ભવમાં રહેલા.