SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૯૪ છે . તા. ૭૫-૧૯૧, પત્રાંક - ૬૪, ૬૫ ને પ્રવચન ન. ૩૧૮ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬૯૪, પાનું–૫૦૪. બીજા Paragraphથી. ૬૯૧ પત્રમાં જે પ્રશ્નની ચર્ચા શરૂ કરી છે. અહીંયાં થોડો વિસ્તારથી એ વિષય ચાલ્યો છે. આગળ પર વિશેષાર્થ લક્ષગત થવા માટે.” એટલે વિશેષ અર્થ લક્ષમાં આવવા માટે. ગયા પત્રના પ્રશ્નને કંઈક સ્પષ્ટતાથી લખીએ છીએ :- એ ૬૯૧માં જે પ્રશ્ન છે એ અમારા પ્રશ્નને અમે સ્પષ્ટ કરીએ છીએ. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે?” એ રૂઢિ અર્થ છે. રૂઢિ અર્થ પ્રમાણે તમને લાગે છે કે કાંઈ બીજું પણ લાગે છે? સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે;” કેવળજ્ઞાનનો અર્થ એમ છે કે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને સર્વ પદાર્થને કેવળજ્ઞાન જાણી લે. આ રૂઢિ પ્રચલિતપણે અત્યારે છે. બીજાં દર્શનમાં એવો મુખ્યાર્થ નથી. જ્યારે વેદાંતની અંદર એવો મુખ્ય અર્થ નથી. અને જિનાગમથી તેવો મુખ્યાર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. આ વિષય પ્રચલિત છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલાક વિરોધ દેખાય છે. જો એવો જ અર્થ હોય અને એ સિવાય બીજો અર્થ ન થતો હોય તો. એમ એનો અર્થ છે. તો એમાં કેટલોક વિરોધ આવે છે. જે બધા...” એટલે જેટલા વિરોધ દેખાય છે તે બધા “અત્રે લખી શકવાનું બની શક્યું નથી. આ પત્રમાં એ વાત લખી નથી. તેમ જે વિરોધ લખ્યા છે તે પણ વિશેષ વિસ્તારથી લખવાનું બન્યું નથી....” કેટલીક વાત લખી છે પણ એ પણ બહુ વિસ્તારથી નથી લખી. કેમકે તે યથાવસરે લખવા
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy