SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ રાજહૃદય ભાગ-૧૩ બીજો અર્થ કરી શકાય છે. અંતર એટલે બીજું. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો ૫રમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.’ આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર છે. ‘સમુચ્ચયવાકયનો એક પરમાર્થ શો ?” એનો ઉત્તર આપી દીધો કે સમુચ્ચયપણે બંને વાક્યનો એક જ ૫૨માર્થ નીકળે છે. વાસ્તવિકપણે કોઈ બીજો ૫૨માર્થ એમાંથી નીકળતો નથી. અસ્તિથી કહો તો ૫૨માર્થ એ જ છે અને નાસ્તિથી કહો તોપણ પરમાર્થ એક જ છે. મુમુક્ષુ :– શમાઈ ગયાના બે અર્થ કર્યાં. શમાઈ ગયો અને બહારથી ખસી ગયો. પૂજ્ય ભાઈશ્રી :– બહારથી ખસી ગયો એ નાસ્તિથી. અધ્યાસ છૂટી ગયો તે નાસ્તિથી લીધું અને સ્વરૂપમાં ઠરી ગયો તે અસ્તિથી. મુમુક્ષુ :– ૫રમાર્થ એક જ છે. પૂજ્ય ભાઈશ્રી :– ૫૨માર્થ એક જ છે. જે અધ્યાસથી ખસે એ સ્વરૂપમાં ઠરે અને સ્વરૂપમાં ઠરે તે અધ્યાસથી ખસે. અવિનાભાવી છે. અસ્તિપૂર્વક નાસ્તિ, નાસ્તિપૂર્વક અસ્તિ. મુમુક્ષુ પૂજ્ય ભાઈશ્રી :– પોતાના માટે તો એવું જ વિચારવાયોગ્ય છે. સ્વલક્ષે એવું જ વિચા૨વાયોગ્ય છે કે આપણે શું સમજ્યા ? જો અધ્યાસ ન છૂટ્યો, જો સ્વરૂપમાં સ્થિરતા ન આવી તો શું સમજ્યા ? સિદ્ધાંત કાંઈ સમજ્યા નથી. અને કાળ સાથે તો શું મતલબ છે ? એક દિવસમાં આવીને સોગાનીજી’ સમજીને શમાઈ ગયા. આપણી સામે જીવંત દૃષ્ટાંત છે. કથાનુયોગમાં તો આપણે કોઈવાર આવી કથા સાંભળી હોય કે સમવસરણમાં જીવ પહેલોવહેલો આવ્યો અને પામી ગયો. પણ આ તો ‘ગુરુદેવ’ના સમવસરણમાં... આ સમવસરણ જ કહેવાયને ! તીર્થંકર દ્રવ્ય છે. પહેલે જ દિવસે આવીને સમજીને શમાઈ ગયા. નજર સામે દાખલો છે. કાળ તો શું...? .... મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :- ધર્મ તો એવી ચીજ છે કે મારે એની તલવાર. ભગવાન મહાવીરસ્વામી’ના સમવસરણમાં પણ એવું જ બન્યું, કે ઘણા જૈનો બેઠા હતા. સંપ્રદાયના જૈનો તો ઘણા બેઠા હતા. પણ ‘ગૌતમ’ ગણધર કુળધર્મથી અજૈન હતા અને વિરુદ્ધમાં બેઠા હતા. એ પ્રથમ ગણધર, મુખ્ય ગણધર, પટ્ટ ગણધર એ થયા. =
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy