SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. રાજહૃદય ભાગ-૧૩ અથવા વીતરાગતા તે ધર્મ છે. તો તે વીતરાગતા તે પ્રકારના પરિણમનના રસને લઈને ઉત્પન્ન થાય છે. જ્યાં તે પ્રકારના પરિણમનના રસનો અભાવ છે એ રસના અભાવને અહીં શુષ્કતા કહી છે. વાણી તો કોઈવાર એવી હોય કે જ્ઞાની શાસ્ત્રની વાત કરે એના કરતા અજ્ઞાની તે જ શાસ્ત્રની વાત વધારે સારી રીતે કહી શકે કે સમજાવી શકે. એને ભૂલ ક્યાં થાય છે ? ત્યારે મુમુક્ષુજીવ છે, આત્માર્થી જીવ છે એ એકલી વાણી અને વક્નત્વકળા અને છટાને નથી જોતો. તે ક્ષયોપશમને સમજાવવાના ક્ષયોપશમને પણ નથી જોતો. એમાં વીતરાગતા સંબંધિત રસ કેટલો છે? આનું માપ કાઢતા એને આવડે છે. જે વીતરાગતાનો આશય છે અને એ વીતરાગતાનું કેન્દ્રસ્થાન પોતાનું આત્મતત્ત્વ છે, પરમતત્ત્વ છે એનો રસ કેટલો છે ? સ્વભાવનો રસ કેટલો છે ? વીતરાગતાનો રસ કેટલો છે એટલે ? સ્વભાવરસ કેટલો છે ? એ માપતા એને આવડે છે, એ તોળતાં આવડે છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં એ ફરક છે. જ્ઞાની ફરી ફરી ફરી ફરીને આ મૂળ સ્થાન ઉપર આવી જશે. મૂળ ધર્મ અને મૂળ ધર્મના આશ્રયભૂત તત્ત્વ ઉપર આવશે. અજ્ઞાની નહિ આવી શકે. નકલ કરવા જશે તોપણ નહિ આવી શકે. એ સહેજે સહેજે બીજી રીતે એના વક્તવ્યમાં ચાલી જશે. એક બીજા એના તપસ્યું કે આવો તત્ત્વજ્ઞાનનો જ્યાં વિષય ચાલતો હોય છે ત્યાં સિદ્ધાંત સમજાવવા દૃગંત પણ આવે છે. તો દૃષ્ટાંત એવું છે કે જે લોકોને રોજ અનુભવમાં આવતા હોય એવી વાતો દૃષ્ટાંતમાં આવતી હોય છે. તો દૃષ્ટાંતને એવા મલાવે, એમાં બધાને રસ પણ પડે ~ સમજાતી હોય એમાં થોડી કહેવાની પદ્ધતિ પણ Suspense story ની જેમ કહે એટલે જિજ્ઞાસા લંબાય, રસ પ્રગટ થાય. વīત્વકળામાં એવી પદ્ધતિ હોય. માણસ ત્યાં Engage થઈ જાય. અરે..! આ શું કહેવા માગે છે ? શું સમજાવવા માગે છે ? એને એમ થાય કે બહુ સરસ સમજાવે છે. પણ એણે કઈ કળા વાપરી એની સાંભળનારને સામાન્યપણે સામાન્ય મનુષ્યોને ખબર નથી હોતી. સિદ્ધાંતનો હોય તો સંક્ષેપમાં પતાવીને વાત પૂરી કરી નાખે. અને સમય ચાલ્યો જાય દૃષ્ટાંતની વાતને કહેવામાં. એ વિષયના જાણકાર હોય એને ખ્યાલ આવી જાય છે કે મૂળ વાતને તો ગૌણ કરી નાખે છે અને એનું દૃષ્ટાંત સમજાવવામાં આવડી મોટી વાત કરી અને લોકોનું મનોરંજન થાય એ વિષયને વધારે અપનાવે છે. એ પ્રથમ શૈલી એક વ્યામોહનો વિષય બની
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy