________________
પત્રક-૬૮૭
૪૬૯
દિવસ વેદાય છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવતતું નથી, અને તે પ્રસંગો રહ્યા છે. એમાં ભાન રહેતું નથી પણ પ્રસંગો તો પૂર્વકર્મને લઈને ઊભા રહ્યા છે. “આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં...” એટલે વિકાસ થવામાં વચ્ચે આડખીલી એ રૂપ વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુખ રહ્યા કરે છે.'
અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. આ નિગ્રંથ ભાવના છે. અચલિત આત્મસ્વરૂપે રહી જવું. “અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે.” એટલે વચમાં વિક્ષેપ પડતો હોય એને. “કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છેએટલે અમને નિગ્રંથદશા આવશે તો ખરી જ. પણ કેટલોક અત્યારે જે વિયોગ છે. કેટલોક એટલે અત્યારે જે વિયોગ રહ્યા કરે છે. બાકી ભવિષ્યમાં તો એમાં આવવાના જ છીએ. “અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે.” જુઓ ! ત્રણ વખત વેદનાની વાત કરી છે ત્રણ Paragraph લખીને.
એટલે એવી જ્યાં પરિસ્થિતિ અંદરની પણ છે વેદનાની અને બહારમાં બીજાને પણ નુકસાનનું કારણ, સામાન્ય મુમુક્ષુને ઉપકાર ન થાય એવી એક પરિસ્થિતિ નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે છે. તો પછી એના ઉપર એક પ્રશ્ન છે કે તેમ થતા સુધી. એટલે કે પ્રારબ્ધ ઉદય બંધ થાય એ પહેલા. એવો જે સંયોગ, વ્યવહાર, વેપાર અને પરિગ્રહનો જે વ્યવહાર છે એ પરિક્ષીણ થાય એવું થતાં સુધી. કેવા પ્રકારથી તે પુરુષ.” એટલે જ્ઞાની પુરુષ “વત્ય હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ?” “સોભાગભાઈ પાસે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તો પછી મારે કેવી રીતે વર્તવું તમે કાંઈક કહો. તમે જે ભૂમિકામાં ઊભા છો એમાં બીજા ઘણા સામાન્ય પાત્રો (છે). “સોભાગભાઈ તો ઉત્કૃષ્ટ પાત્રતામાં ઊભા હતા પણ બીજા મુમુક્ષુઓ જે સામાન્ય પાત્રતામાં હતા એ લોકોને ઓળખાણ પડે અને ઉપકાર થવામાં અવરોધ ન થાય એના માટે મારે શું ફેરફાર કરવો ? તમે કહો. કેવી રીતે મારે વર્તવું? તો એને એમ થવામાં હાનિ ન થાય.
આપણે આ વિષય ઉપર ચર્ચા ચાલી ત્યારે એવું વિચાર્યું હતું કે જ્યારે પૂર્વકર્મકૃત ઉદયને દૂર ન કરી શકાય એવી પરિસ્થિતિમાં જ્ઞાની ઊભા છે ત્યારે સામાન્ય મુમુક્ષુએ એ પરિસ્થિતિમાં એના સમાગમમાં નહિ જવું જોઈએ. અથવા પોતે ન આવે એ રીતે એને સૂચના આપવી જોઈએ. અને જ્યારે પોતે નિવૃત્તિમાં હોય ત્યારે એના સમાગમમાં આવે તો વિશેષ ઉપકારનું કારણ થાય. કેમકે