SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૮૭ ૪૬૩ અભેદપણું એ વગેરે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ વિરુદ્ધ ધર્મો હોવા છતાં પણ પદાર્થદર્શનને લીધે જેની વાણીમાં એ વિરોધ આવતો નથી પણ અવિરોધપણે બંને ધર્મોને જે સ્થાપી શકે છે. એવું જે પૂર્વાપર અવિરોધપણું પદાર્થદર્શન વિના ગમે તેવો વિદ્વાન હોય તોપણ પોતાની વાતને ચાંક તો કાપ્યા વિના રહે નહિ, ઉડાવ્યા વિના રહે નહિ. એ ભૂલ થઈ જાવી એ બહુ સ્વાભાવિક છે, બહુ સંભવિત છે. પણ જ્ઞાનીપુરુષને એવું બનતું નથી. એ સિવાય પોતે ભાનસહિત વર્તતા હોવાને લીધે અંતરંગ પરિણતિમાં આત્મા પ્રત્યક્ષ છે અને પરિપૂર્ણ સિદ્ધપદ પ્રત્યક્ષ છે. એટલે એવા ભાનસહિત વર્તતા હોવાથી, એવું ભાન આવે એવી જાગૃતિસહિત જેની વાણી છે કે જેને લઈને સાંભળના૨ને પણ જાગૃતિ આવે કે આ મને જાગૃત કરે છે. પોતે જાગૃત થઈને વર્તે છે તો સામે પણ નિમિત્તનૈમિત્તિક સંબંધે આત્મજાગૃતિ આવી જાય એવો જેનો વાણીનો રણકા૨ છે, એવો જેનો વાણીની Spirit છે. Spirit એટલે આત્મા એમ કહેવાય છે. એ વાણીનો આત્મા એવો છે કે જાગૃતિમાં રહીને કહેનારને સામે પણ જાગૃતિ ઉત્પન્ન કરી દે છે. એના ઉ૫૨ તો ‘આનંદઘનજી’એ પદ લખ્યું છે, ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભૃગી જગ જોવે.’ ભમરી ઇયળને ચટકાવીને ભમરી કરે. એમ શ્રીગુરુ જાગૃતિમાં રહીને શિષ્યને ચટકાવે છે કે તું જાગ રે જાગ ! મોહનિંદ્રા ઉડાડ તારી. હવે થોડીક બાકી રહી છે. પાત્ર મુમુક્ષુ છે ને ! ઉત્કૃષ્ટ પાત્ર છે એટલે એને અલ્પ મોહ છે. મોહનો રસ તીવ્ર નથી. ઘણો ખરો દબાઈ ગયો છે, ઘટી ગયો છે. એને એ ચટકાવે છે, આત્મજાગૃતિમાં લાવે છે. એને અનુસંધાન થાય છે કે પોતે જાગૃત થઈને કહે છે. અજાગૃતિમાં અનુપયોગે બોલતા નથી. સ્વરૂપનો ઉપયોગ વર્તે છે અને બોલે છે. અણઉપયોગે વાત નથી આવતી. આ વાત ‘ગુરુદેવશ્રી’ને જેણે એ રીતે સાંભળ્યા હશે એને ખ્યાલમાં આવી જશે કે એ અણુપયોગે નહોતા બોલતા. ઉપયોગ કેટલો હતો ! ભલે લીંડીપીપરનું દૃષ્ટાંત હજારવા૨ દીધું હશે તોપણ એક ધ્યાન ખેંચવા જેવી, Mark ક૨વા જેવો વિષય છે કે એમનો ઉપયોગ વિષય ઉપર કેટલો હતો ! આશય ઉપર ઉપયોગ હોય છે. જે આશયથી વાણી ચાલે છે એનો ઉપયોગ ફરતો નથી, એનું લક્ષ ફરતું નથી. એ જાગૃતિનું પણ અનુસંધાન થાય છે. બહુ સૂક્ષ્મ વિષયનું જે અનુસંધાન થાય છે એ તો વિધિ વિષયક છે. કેમકે એ વિધિનો વિષય વિધિથી અજાણ એવા જીવોની વાણીમાં આવવો કોઈ રીતે સંભવિત નથી. જેણે એ માર્ગ જોયો નથી, જેણે એ રસ્તો જોયો નથી એ વિષય એની વાણીમાં
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy