SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ રાજહૃદય ભાગ-૧૩ તા. ૩૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭ પ્રવચન ન. ૩૧૩ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૬ ૮૭, છેલ્લો Paragraph. પાનું-૫૦૧. સર્વ પ્રકારે જેને...” ઉપરના Paragraph માં જે પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પ્રશ્નોના ઉત્તરરૂપે બે દિવસથી વિષય ચાલે છે. સંક્ષેપમાં આજે થોડું લઈ લઈએ. એમણે પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે જ્ઞાની પુરુષ કોઈ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઇચ્છકપુરુષ પ્રવૃત્તિ કરે, ઇચ્છકપુરુષ એટલે જગતમાં ઇચ્છાવાન, પરિગ્રહની ઇચ્છાથી, સંયોગો પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જેમ સામાન્ય માણસ પ્રયત્ન કરે, એવી જ રીતે એ પ્રયત્ન કરતા અથવા પ્રવૃત્તિ કરતા દેખાતા હોય, ઉદ્યમ કરતા દેખાતા હોય તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એને જાણવાની એક તો રીત શું છે ? અને જાણવામાં કયા કયા લક્ષણો આવે ? એમને જાણવામાં જાણનારને–ઓળખનારને કેવા લક્ષણોથી ઓળખાય ? આ બે પ્રશ્નો ઉઠાવ્યા છે. અને ત્રીજો પ્રશ્ન તો એ જ છે કે કોઈ એવી રીતે અજાણપણે પ્રથમ જ કોઈને સાંભળતા ઉત્કૃષ્ટ પાત્રને, ઉત્કૃષ્ટ પાત્રતાવાળાને કઈ રીતે ઓળખવું? કયા લક્ષણો એને જોવા જોઈએ ? બીજો ભેદ એ લીધો છે કે કોઈ બીજા મુમુક્ષુ દ્વારા જ્ઞાની પુરુષ છે એમ જાણવા મળ્યું હોય અને એમ જાણવા મળ્યું હોય ત્યારે ઓળખાણ કરતા ઓળખાણમાં ભ્રાંતિ પડે એવો વ્યવહાર તે પુરુષનો જોવામાં આવે-દેખાય તોપણ એ ભ્રાંતિ ન થાય તે મુમુક્ષુજીને કેવી રીતે ઓળખવા જોઈએ ? એટલે રીત તો બંનેની એક જ છે. જેમકે કોઈએ કહ્યું હોય અને ઓળખવા માટેનો પ્રયત્ન કરે. કોઈએ ન કહ્યું હોય અને પોતાને સાંભળતા, વાતચીત કરતા, ચર્ચા કરતા એવો ખ્યાલ ગયો હોય કે કોઈ અનુભવીપુરુષ લાગે છે. તો એ કઈ રીતે ઓળખે ? બંનેને ઓળખવાની રીતમાં કોઈ બીજો ફરક નથી. અને ઓળખે તો એ વ્યવહારમાં વર્તતા છતાં એનું જ્ઞાનલક્ષણપણું કેવી રીતે એને લક્ષમાં આવે ? એ પણ જ્ઞાનલક્ષણપણું કહો કે જ્ઞાનીપણું કહો, એ બંને એક જ વાત છે. એટલે આની અંદર પ્રશ્ન તો બે જ છે. ચાર ભેદથી વાત કરી છે પણ પ્રશ્ન બે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy