________________
૪૩
પત્રાંક-૬૮૭ જ્ઞાની ભિન્ન રહે છે. પોતે માત્ર જ્ઞાતાદ છે. વ્યવહારે પ્રારબ્ધયોગે કહેવાતા દેહાદિ સંયોગો એ ખરેખર પોતારૂપે જણાતા નથી, પોતારૂપે મનાતા નથી. ભિન્નપણું કહે છે એમ નહિ પણ ભાવમાં પણ ભિન્નપણું છે એવું ભાસે, એવું વ્યક્ત થતું ભાસે તો એ એક જ્ઞાનીને ઓળખવાનું બહુ સારું ચિહ્ન છે. આમ ધૂળથી પછી સૂક્ષ્મ સૂક્ષ્મ ઉપર લેતા જઈએ.
બીજું, કે વાણીની અંદર વિરુદ્ધ ધર્મસ્વભાવી આત્મા હોવા છતાં પદાર્થદર્શન હોવાને લીધે, વિરોધ ધર્મવાળો પદાર્થ એનું જ્ઞાનમાં સ્પષ્ટ ભાસવું હોવાથી, એને પદાર્થદર્શન કહે છે, એમની વાણીમાં પરસ્પર અવિરોધપણું છે. આ એક જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીને જુદા પાડવા માટેનું જો ધ્યાન રાખવામાં આવે તો બહુ સારું સાધન છે. કેમકે જે અજ્ઞાનીને પદાર્થદર્શન નથી તે અજ્ઞાની પરસ્પર વિરોધતા ક્યાંયને ક્યાંય પણ પ્રતિપાદન કર્યા વગર રહેશે નહિ. ત્યારે જ્ઞાનીની વાણીમાં એવું વિરોધાભાસી પ્રતિપાદન હોતું નથી. અવિરોધ વાણી હોય છે.
એટલે જે જ્ઞાનીને વાણીનો યોગ ન હોય એને તો ઓળખવા બહુ મુશ્કેલ છે. અને એ પ્રાયઃ નથી ઓળખાતા, જગત એને ઓળખતું નથી. તોપણ એથી એમને કાંઈ બીજો ફરક પડતો નથી. જગત પોતાને ઓળખે કે જગત પોતાને ન ઓળખે એથી જ્ઞાનીને તો કોઈ ફરક પડતો નથી. ફેર પડે છે નહિ ઓળખનારને અને ઓળખનારને. ઓળખનારને એનો લાભ મળે છે, નહિ ઓળખનારને એનો લાભ મળતો નથી. જ્ઞાની તો ઓળખાય તોપણ ભલે, ન ઓળખાય તોપણ ભલે. એને માટે તો બધું જ સરખું છે. પણ ઓળખવા માટે ઉત્કૃષ્ટ પાત્રતા અપેક્ષિત છે. ઉત્કૃષ્ટ પાત્રતા વિના વાણીમાં આ પ્રકારના જે ભિન્નપણાના, અવિરોધપણાના જે અનેક પ્રકારના બીજા લક્ષણો છે એને જુદું પાડવું મુશ્કેલ પડે છે. જુદું તારવવું મુશ્કેલ પડે છે. કેમકે એ એવું બાહ્ય સાધન છે કે એવું ભળતું વાણીપણું બીજા જીવોને પણ હોઈ શકે છે. એટલા માટે.
તોપણ કેટલાક વિષયો એવા છે કે જે અજ્ઞાનીની વાણીમાં આવી શકતા જ નથી, જ્ઞાનીની વાણીમાં આવી શકે છે. જેમ કે સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું જે રહસ્ય છે એ અજ્ઞાનીની વાણીમાં તો આવે નહિ. એટલે હદ સુધી વાત કરે કે અંતર્મુખ થવું અને અંતર્મુખ થઈને, અંતર્મુખી શ્રદ્ધા-જ્ઞાનના પરિણામ દ્વારા આત્માનું આરાધન થઈ શકે છે, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. પણ કેમ અંતર્મુખ થવું? એ વિષય રહસ્યભૂત હોવાથી જ્ઞાનીની વાણીમાં એ આવે છે, અજ્ઞાનીની વાણીમાં એ આવી