SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬ ૮૭ ૪૪૧ પકડતા હતા. કોઈને એ રીતે ધ્યાન, કે જુઓ ! ધ્યાન દયો, અમે કહીએ એમાં ધ્યાન દયો જરા એમ કહેવું હોય તો અહીંથી પકડે. સાંભળો જરા. અહીંથી પકડીને વાત કરેલી. જુઓ ! આ અંદરમાંથી આવેલી વાત છે. એટલે આત્મામાંથી ઉગેલી વાત છે. આ કોઈ અદ્ધરથી આવેલી વાત નથી એમ કહેવું છે. કે ફેંક્યા ફેંક રાખે, કોઈ સામાન્ય માણસ કોઈ ફેંકાફેંક રાખે એવી વાત નથી આ. અંદરથી ઉગેલી વાત છે. એટલે એ અનુભવઉત્સાહદશા છે એ પણ જ્ઞાનીની (એક વિલક્ષણતા છે) જ્યારે એ અનુભવનું પ્રતિપાદન કરે છે ત્યારે એમની ઉપાદેયતા વર્તતી હોવાથી, તે કાળે પણ તેમની ઉપાદેયતા વર્તતી હોવાથી, પરિણતિમાં તો ઉપાદેયપણે પરિણતિ વર્તે જ છે, હવે ઉપયોગ અને સમર્થન કરે છે. ઉપયોગ તો સમર્થન કરે છે પણ ઉપયોગની સાથે સાથે રાગાંશ છે એ પણ ઘસડાઈને એ બાજુ જાય છે. એ આત્માઆત્માનું ભજન કરવા માંડે છે. રાગ પણ આત્માનો વિકલ્પ કરે છે. જુઓ ! રાગ આત્માની ઉપાદેયતાનો વિકલ્પ કરે છે. નહિતર રાગ તો દુશમન છે. પણ એને પણ એ વખતે નમવું પડે છે. દુશમનને પણ નમવું પડે છે. એવો એ બળવાન પ્રકાર જ્ઞાનીના બળનો છે. એ બાબતમાં બીજો પણ કેટલોક વિષય છે. સમય થયો છે, કાલે બાકીનો વિષય લઈશું.... કે જિજ્ઞાસા - જ્ઞાનીપુરુષ પાસે અંગત મુલાકાત)માં મુમુક્ષુએ પોતાના ગુણો દર્શાવવા, અન્ય જીવના દોષો દર્શાવવા કે પોતે કેમ આગળ વધી શકતો નથી, તે બાબતમાં માર્ગદર્શન મેળવવું? યથાર્થતા શેમાં છે ? લાભ-નુકસાન શેમાં છે? સમાધાન :- પાત્રતાવાન જીવ તો પોતાના ગુણોને ગોપવે અને બીજાના દોષોને ગોપવે અર્થાત ગૌણ કરે. તે પ્રયોજન સાધવામાં અનુકૂળ છે. પરંતુ પરલક્ષીપણાને લીધે અન્યના દોષને મુખ્ય કરવા અને માન કષાયથી પોતાના ગુણોને મુખ્ય કરવા તે પોતાને નુકસાનનું કારણ છે. પોતે કેમ આગળ વધે તે માટે માર્ગદર્શન મેળવવું તે યોગ્ય છે. તેમાં જ યથાર્થતા છે અને લાભ છે. (અનુભવ સંજીવની-૧૫૩૨)
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy